ધંધુકા મુખ્ય ચાર રસ્તા ઉપર આવેલ સર્કલ નાનું કરવા માંગ ઉઠી - At This Time

ધંધુકા મુખ્ય ચાર રસ્તા ઉપર આવેલ સર્કલ નાનું કરવા માંગ ઉઠી


ધંધુકા મુખ્ય ચાર રસ્તા ઉપર આવેલ સર્કલ નાનું કરવા માંગ ઉઠી

ધંધુકામાં મુખ્ય ચાર રસ્તા ઉપર આવેલ સર્કલ ખૂબ મોટા પ્રમાણમાં મોટું હોય અને આજુબાજુમાં વાહનોની અવરજવરના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતા આવરનવાર અકસ્માત થવાની સંભાવના રહે છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આવેલ મુખ્ય ચાર રસ્તા પાસે ખૂબ મોટા પ્રમાણમાં એક સર્કલ આવેલું છે જ્યાંથી વાહનોની અવરજવર 24 કલાક જોવા મળે છે એના કારણે વાહનોમાં સર્કલને લીધે અકસ્માત થવાની સંભાવના સેવી રહી છે. ધંધુકા ના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ જયેશભાઈ રાસમિયા દ્વારા અવાર નવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગને કરવામાં આવી છે તેમ છતાં તંત્રના સતાધિશો દ્વારા કોઈ પણ પ્રકારનું પગલું લેવામાં આવ્યું નથી. ટૂંક જ સમય પહેલા આ સર્કલ ના કારણે ડમ્ફરના અડફેટે એકટીવા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વધુમાં જયેશભાઈ જણાવ્યું હતું ધંધુકા મુખ્ય ચાર રસ્તા પાસે આવેલ સર્કલ રીપેરીંગ કરવા અથવા તો સર્કલ નાનું કરવું જો આગામી સમયમાં આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.