લીંબડી ખાતે આયુષ મેળને ખુલ્લો મુકતા ધારાસભ્ય કિરીટસિંહ રાણા - At This Time

લીંબડી ખાતે આયુષ મેળને ખુલ્લો મુકતા ધારાસભ્ય કિરીટસિંહ રાણા


તા.18/01/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આયુષ મેળામાં ૩૫૦૦ થી વધુ શહેરીજનોએ આયુષની જુદીજુદી સેવાઓના લાભ મેળવ્યો.

આયુષની સેવાઓ છેવાડાનાં માનવી સુધી પહોંચી શકે અને આયુષ દ્વારા પ્રજાજનોને સુખાયું અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લામાં લીમડી તાલુકામાં સર જે. હાઇસ્કુલ, તપસ્વી ચોક, રેલ્વે સ્ટેશન રોડ, લીંબડી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયુષ મેળાને લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ તકે ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું તેમજ લોકો બીમાર પડીને દવા લે એના કરતા આયુર્વેદ જીવનશૈલી અપનાવી સ્વસ્થ અને નિરોગી રહેવા જણાવ્યું હતું યોગ અને આયુર્વેદના ખાન પાનને સામાન્ય માણસ પોતાની દિનચર્યામાં સ્થાન આપે તેવી અપીલ પણ કરી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના દ્વારા લોકો આયુર્વેદીક જીવનશૈલી અપનાવે તથા જિલ્લામાં કાર્યરત આયુષ્માન આરોગ્ય મંદિર(આયુષ) દ્વારા અપાતી આરોગ્ય સેવાઓનો લાભ વધુમાં વધુ લોકો મેળવે તે માટે અનુરોધ કર્યો હતો આયુષ નિયામકશ્રી, વૈધ જયેશભાઈ પરમાર દ્વારા સરકારી દવાખાનાઓ/હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો ઘટાડવા લોકો સ્વસ્થ રહે તે માટે આયુષ કેમ્પ, આયુષ મેળા વગેરેનું આયોજન કરવા જણાવ્યું હતું પંચકર્મ વૈધ દીપક એ. વાઢેર દ્વારા આયુષ મેળામાં ઉપલબ્ધ સેવાઓ અન્વયે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવોના હસ્તે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર દ્વારા નિર્મિત લઘુ પુસ્તિકા ‘જીવનશૈલી જન્ય રોગો આયુષ માર્ગે સુખાકારી (The AYUSH way to wellness)"નું વિમોચન કરવામાં આવ્યું હતું આ આયુષ મેળામાં ૩૫૦૦ થી વધુ શહેરીજનોએ આયુષની જુદીજુદી સેવાઓના લાભ મેળવ્યો હતો જેમાં આયુર્વેદ નિદાન સારવાર ઓ. પી. ડી. નો લાભ ૩૪૩ તેમજ હોમીયોપેથી નિદાન સારવાર ઓ.પી. ડી. નો લાભ ૧૭૬ લોકોએ મેળવ્યો હતો તદુપરાંત પંચકર્મની સારવારનો લાભ ૩૮, અગ્નિ કર્મ સારવારનો લાભ ૧૯, સુવર્ણપ્રાશન નો ૧૪૬, સંશમની વટીનો ૭૭૩ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો જ્યારે ૨૫૭ લોકોએ પોતાના શરીરનું પ્રકૃતિ પરીક્ષણ કરાવી આહાર વિહાર બાબતે માર્ગદર્શન મેળવ્યું હતું આ ઉપરાંત મેળા અંતર્ગત ૨૫૧ જેટલા ઔષધીય રોપાઓનું વિતરણ, ૪૪૭ આર્સેનિક આલ્બમનું વિતરણ તેમજ ૧૨૩૮ લાભાર્થીઓને હર્બલ ટી નું વિતરણ કરવામાં આવ્યું હતું આયુષ મેળા અંતર્ગત સ્વસ્થવૃત અને રસોડાના ઔષધીઓના ચાર્ટનું પ્રદર્શન અને લાઈવ યોગા નિદર્શનમાં ૮૨૮ લોકો જોડાયા હતા આ તકે આયોજિત આયુષ ગેમ ઝોનમાં ૨૩૦ લોકોએ ભાગ લીધો જેમાં પ્રથમ ૩ વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આઇસીડીએસ વિભાગના સહયોગથી ૩૦ જેટલી આયુર્વેદિક વાનગીઓનું પ્રદર્શન પણ આ તકે યોજવામાં આવ્યું હતું જેનો ૧૧૮૨ લોકોએ લાભ મેળવ્યો હતો આ તકે આઇસીડીએસ વિભાગના સહભાગી બહેનોને સર્ટીફીકેટ એનાયત કરી પ્રથમ ૩ વિજેતાઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જિલ્લા આયુર્વેદ અધિકારી મનોજકુમાર એ.તારવાણી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું પંચકર્મ વૈધ કોમલબેન ફૂલબારીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન રમેશભાઈ સોયા, કારોબારી સમિતિ ચેરમેન જશુભા સોલંકી, લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ સહીતના પદાધિકારીઓ, સર્વે અગ્રણીઓ રાજેશ ચાવડા, વનરાજભાઈ રોજાસર, શંકરભાઈ દલવાડી, દલસુખભાઈ ચૌહાણ, મુકેશભાઈ શેઠ, દશરથસિંહ રાણા, દંત ચિકિત્સક રાજકોટ ડો.જયસુખ મકવાણા, આર.આર. જનરલ હોસ્પિટલ અધિક્ષક ડો.કરણસિંહ વાળા તાલુકા હેલ્થ ઓફિસર ડો.હર્ષિત સોલંકી તેમજ સરકારી આયુર્વેદિક હોસ્પિટલના અધિકારીઓ, ડોક્ટરઓ તથા બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image