ભુંભલી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.
ભુંભલી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.
આજ રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી પ્રાથમિક શાળા ભુંભલી તાલુકો ધોળકા ખાતે કરવામાં આવી જેમાં ૧૬ બાળકો બાલવાટિકામાં અને ૨૨ બાળકો ધોરણ ૧ માં પ્રવેશ મેળવ્યો આ કાર્યક્રમની અંદર કોઠ પી.એસ.સી માંથી મેડિકલ ઓફિસરશ્રી અરવિંદકુમાર વર્મા તેમજ એસ્ટેલ કંપની માંથી નરેશભાઈ અને સી.આર.સી શ્રી યોગેન્દ્રસિંહ ચાવડાને ગામના આગેવાનો અને વાલીગણ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજરી આપી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં આવેલ અધિકારી દ્વારા શિક્ષણની સાથે સાથે સરકારશ્રી દ્વારા ચાલતી શિષ્યવૃત્તિ યોજના ગણવેશ યોજના તમામ બાળકોને મફત પાઠ્યપુસ્તક સ્વાધ્યાયપોથી તેમજ સરકારશ્રી દ્વારા લેવાતી જુદી જુદી પરીક્ષાઓ જેવી કે NMMS, જ્ઞાન સાધના,PEC ,ચિત્રકામ સંસ્કૃત, જવાહર નવોદય યોજના જેવી પરીક્ષા તેમજ ધોરણ એક થી આઠ ના બાળકો ને સારી ગુણવત્તા વાળું શિક્ષણ મળે તેથી સ્માર્ટ વર્ગો અને કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ સરકારી પ્રાથમિક શાળામાં અત્યારે ઉપલબ્ધ છે. અને જેથી સરકારી શાળા દ્વારા સારું શિક્ષણ બાળકો પ્રાપ્ત કરી રહ્યા છે જેની વાત કરવામાં આવી સાથે સાથે NMMS ની પરીક્ષા માં ભુભલી પ્રાથમિક શાળા માંથી રાજ્ય ના મેરીટમાં આવી પાસ થયેલ સુનિલકુમાર વિક્રમભાઈ ચૌહાણ અને ધોરણ ૧૦ અને ૧૨ માં સારા ગુણ મેળવેલા વિદ્યાર્થીઓનું બહુમન કરવામાં આવ્યું સાથે સાથે બાલવાટિકા થી ધોરણ આઠ સુધી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરવાળા વિદ્યાર્થીઓનું બહુમાન કર્યું શાળાના આચાર્ય ખોડુભાઇ પઢિયાર દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી તેમજ આ કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ મુકેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.