છોટાઉદેપુર સેવા સદન ખાતે જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયાની ઉપસ્થિતિમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો
*છોટાઉદેપુર સેવા સદન ખાતે જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયાની ઉપસ્થિતિમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો*
---------------
છોટાઉદેપુર:મંગળવારઃ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે . તા.૩૧ ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે છોટાઉદેપુર સેવા સદન ખાતે જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયાની ઉપસ્થિતિમાં ‘રન ફોર યુનિટી’ દોડ યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવાના શપથ લીધા હતા.
જિલ્લા સેવાસદન સામેથી પ્રસ્થાન કરી નગરસેવા સદન સ્ટેટ બેંક ચાર રસ્તા પેટ્રોલ પંપ ચાર રસ્તા થઈ જિલ્લા સેવા સદન ખાતે પૂરી થઈ હતી.
'રન ફોર યુનિટી'માં ધારાસભ્યશ્રી જયંતિભાઈ રાઠવા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઇમ્તિયાઝ શેખ, જિલ્લા શિક્ષણ અધિકારી એ.એમ.પરમાર, જિલ્લા વહીવટ તંત્રના અધિકારી- કર્મચારીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
અલ્લારખા પઠાણ નસવાડીવાલા 9408355622
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.