ભાભરમાં ટેકાના ભાવે મગફળી કેન્દ્ર શરૂ થતાં ખેડૂતોમાં ખુશી - At This Time

ભાભરમાં ટેકાના ભાવે મગફળી કેન્દ્ર શરૂ થતાં ખેડૂતોમાં ખુશી


રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ થકી પ્રયાસ કરવામાં આવી રયા છે ત્યારે ભાભર માર્કેટ યાર્ડમાં ઈન્ડી એગ્રો પ્રા.કંપની અમદાવાદ અને ભાભર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે જેમાં રૂપિયા ૧૩૫૬ ના ટેકાના ભાવે મહત્તમ સારી ગુણવત્તા વાળી મગફળી ખરીદ કરવામા આવે છે રોજની બે હજારથી પચ્ચીસો બોરી મગફળીના આવક છે તેવું સંઘના મેનેજર લખુભા રાઠોડે જણાવ્યું હતું.સરકાર શ્રી દ્વારા ખેડૂતોને ખેત ઉપજના મહત્તમ ભાવ મળી રહે તે માટે અત્યારે ખેત ઉપજ મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવેલ છે ટેકાના ભાવ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતો મોટા પ્રમાણમાં ટેકાના ભાવ નો લાભ લેવા માટે અહીં મગફળી વેંચવા માટે આવી રયા છે મગફળી કેન્દ્ર પર ખેડૂતોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સંચાલકો દ્વારા ચા પાણી ની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે આમ સરકાર શ્રીની ખેડૂતલક્ષી નિતિનો લાભ ખેડૂતો ને મળી રહ્યો છે ભાભર તાલુકાના બલોધણના દીલીપભાઇ જોષી એ જણાવ્યું હતું કે મગફળી સારી કોવોલિટીની હોય તો ભાવ સારા મળે છે મગફળીમાં સામાન્ય ડસ્ટ હોય તો થેશરથી સાફ કરીને લેવામા આવશે.જયારે ખારા ગામના ખેડૂત નાગજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખરીદ કેન્દ્ર સારી સુવિધા છે સરકાર શ્રીએ આ યોજના બહાર પાડી છે તેનાથી ખેડૂતો ને પુરતા ભાવ મળવાથી ખેતી કરવી પોસાય છે.


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.