હરી અનંત હરી કથા અનંતા.... માનસ રામકથા વિષય સાથે  ગોંડલ ના આંગણે 42 વર્ષ બાદ લોહલંગરી બાપુની સાધુઓના પ્રસિદ્ધ જગ્યા ખાતે મોરારીબાપુ રામકથાનો પ્રારંભ - At This Time

હરી અનંત હરી કથા અનંતા…. માનસ રામકથા વિષય સાથે  ગોંડલ ના આંગણે 42 વર્ષ બાદ લોહલંગરી બાપુની સાધુઓના પ્રસિદ્ધ જગ્યા ખાતે મોરારીબાપુ રામકથાનો પ્રારંભ


મોટાદડવા બ્રિજેશ વેગડા 

હરી અનંત હરી કથા અનંતા.... માનસ રામકથા વિષય સાથે  ગોંડલ ના આંગણે 42 વર્ષ બાદ લોહલંગરી બાપુની સાધુઓના પ્રસિદ્ધ જગ્યા ખાતે મોરારીબાપુ રામકથાનો પ્રારંભ....ગોંડલ ખાતે લોહલંગરી બાપુ વડવાળી જગ્યાના મહંત સિદ્ધ અને શુદ્ધ  જમનાદાસબાપુના સંકલ્પ તેમજ ગોંડલીયા શાખાના વૈરાગી બાવા માર્ગી સાધુના વૈષ્ણવ સાધુનું  કેન્દ્ર સમા ગોંડલ ના આંગણે 42 વર્ષ બાદ સમાધિની અસીમ એવમ અભેદ કૃપાથી સાકાર થવા પામ્યું છે.આ તકે બાપુએ ગોંડલ નરેશ સર ભગવતસિંહજી ની યાદી કરી હતી જેમાં ભગવત ગૌમંડળ ને યાદ કરતાં 32 લક્ષણા રાજવી ગોંડલ નરેશ છે જેમની કેળવણી હજુ કેળવી રહી છે.શબ્દકોશ ને શોધવા હજુ અમે પણ ભગવત ગૌમંડલ નો આધાર લઈ છીએ ભગવદ ગીતામાં કહ્યું છે.મનુષ્યમાં રાજા એ કૃષ્ણ કહે છે.એ મારા માટે વિભૂતિ છે ગોંડલ નું રાજ્યતંત્ર  સુંદર લોકતંત્ર કામ કરતું હતું.આ તકે બાપુ એ લોહલંગરી બાપુ વડવાળી જગ્યા ખાતે તલગાજરડી પ્રથમ તુલસીપત્ર સવાલાખ રૂપિયા અર્પણ કર્યા હતા.બાપુ એ જણાવ્યું આપણી ઈચ્છા માં ઉપાધિ હોય છે.સમાધિ વાળાની કૃપા થઈ જાય છે.આ તકે ગોંડલ ની જનતા ને કથામાં ધુમાડાબંધ ભોજન થાય જો ચેતન નહીં કરે તો ચેતન સમાધિ કરશે.બાપુ એ શ્રોતાઓને વ્હાલા પારેવડા કહી સંબોધ્યા હતા હું તો પારેવાને ચણ નાખવા માટે આવયો છું.બાપુએ માનસ રામકથા ના વિષય સાથે હરિ અનંત હરિ કથા અનંતા સાથે વંદના પ્રકરણ સાથે ઉતરકાંડ ની ચોપાઈ ગાઈ હતી.સાથે બાપુએ રામચરિત માનસમાં 27 વખત રામકથા લખાયું છે.જેમાં 26 વખત શુદ્ધ રીતે રામકથા 1 વખત શ્રીરામકથા લખાયું છે.બાપુએ વધુમાં જણાવ્યું હતું શિવજીએ  સો કરોડ શ્લોકમાં રામાયણ ની રચના કરી હતી જેમાં દેવ દાનવ અને લોકોને ત્રણ વિભાગમાં વહેંચતા વહેંચતા બે શબ્દો વધ્યા એ શબ્દો હતા રામ 936મી રામકથા મારા હોઠ ગાઈ રહ્યા છે.હાર્ટમાંથી આવેલ હાથમાં આવેલ સદગ્રંથ છે.બાપુ એ જણાવ્યું બ્રાહ્મણ મુખથી ઓળખાય ક્ષત્રિય હાથથી વૈશ્ય પેટ થી સાધુ ચરણ થી ઓળખાય  સાધુ ના નાના માં નાના દીકરા ને જન્મ થી જ બાપુ શબ્દ લાગી જાય છે.બાપુ એ જણાવ્યું હતું કે હું ઓળખવામાં નાપાસ થયેલ માણસ છું હું નથી ઓળખી શકતો ચહેરાથી નહીં પરંતુ ચરણો થી ઓળખું પગ એ પાયો છે.પગ જમીન ને પકડી ને ચાલે છે.હવામાં ઉડતા નથી.લોહલંગરીબાપુ 21 બળદગાડા કમરે બાંધી ખેંચી ગયેલા સીતારામબાપુ તમે મારી કથા ખેંચી લાવ્યા.સાધુઓએ લોઢાની સાકર થી જગતના અનેક ગાડા ખેંચ્યા છે.મારા સાધુ સમાજના દરેક સ્થાને કથા કરી છે.ગૌ લોક માંથી નીકળી ગોંડલ સુધી પહોંચી છે.કથા બાપુએ વધુમાં જણાવ્યું હતું કે બ્રાહ્મણ બ્રહ્મજ્ઞાનથી ઓળખાય ક્ષત્રિય રક્ષણ થી વૈશ્ય પોષણ થકી સેવક સેવકાઈ થી  પરંતુ તારવાનું કામ નિશાદ કરે છે.રામ ને પણ નિષાદ વગર નથી ચાલ્યું નિષાદ એ તારક તત્ત્વ છે.નિષાદ એ પાંચમુ વર્ણ છે.કલ્યાણ કરનાર વર્ણ છે.ગુરૂ ને ગાવો સહેલો છે પરંતુ સહેવો ખૂબ કઠિન છે.ઘા પણ ઘેરા ઘા છે.બાપુ ઘોઘાવદર દાસીજીવણ સાહેબ ને યાદ કર્યા હતા જીવણ હોય ત્યાંજ ઠંડક હોય તેમાંય કથા સ્થળ દાસીજીવણ સ્થાન બાપુએ વધુમાં ઉમેર્યું હતું બધા સાધુ ન હોય સાધુ ચરિત હોય હાલ વેદના ઘણા પાસે છે.પરંતુ સંવેદના નથી.ત્યારબાદ કથાને આગળ ધપાવતા મંગલાચરણ વિનયપત્રિકા ન આધારે  હનુમાનજી સ્તુતિ રામાયણ ના સાત સોપાન વિશે ની કથા જણાવી હતી ભવ્ય અને દિવ્ય કથામા શ્રોતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.તસ્વીર બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.