આજના દિવસે જ થયો હતો RBIનો જન્મ, પાકિસ્તાન સહિત ત્રણ દેશ પર લાગુ થતા હતા તેના નિર્ણયો - At This Time

આજના દિવસે જ થયો હતો RBIનો જન્મ, પાકિસ્તાન સહિત ત્રણ દેશ પર લાગુ થતા હતા તેના નિર્ણયો


Happy Birthday of Reserve Bank of India : આમ તો નવા વર્ષની શરુઆત 1 જાન્યુઆરીએ થઈ જાય છે. પરંતુ લોકોના ખિસ્સા અને કમાણી સાથે સંબંધિત નવું વર્ષ આજે એટલે કે 1 એપ્રિલથી શરૂ થાય છે. એટલું જ નહીં પૈસા સંબંધિત અન્ય મોટા નિર્ણયોની શરુઆત પણ આજથી જ થઈ હતી. અમે વાત કરી રહ્યા છીએ ભારતીય રિઝર્વ બેંક (RBI)ની સ્થાપના વિશે, જે અંગ્રેજોના જમાનાથી કામ કરી રહી છે. એક સમય હતો જ્યારે આ બેંક ત્રણ દેશોની બેંકિંગ સિસ્ટમ પર નજર રાખતી હતી. આઝાદી પછી આ કેન્દ્રીય બેંકે ભારતને ચાર વખત મોટા પડકારોમાંથી બહાર કાઢ્યું છે. આજે અમે તમને રિઝર્વ બેંક એટલે કે RBIની આ સફર અને સંઘર્ષ વિશે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.

RBI જેને પહેલા મિન્ટ સ્ટ્રીટ તરીકે ઓળખવામાં આવતી હતી, આજે તેને 90 વર્ષની થઈ ચૂક્યા છે. 1 એપ્રિલ 1935ના રોજ આ હિલ્ટન યંગ કમિશનની ભલામણ પર બ્રિટિશ ઇન્ડિયા માટે સેન્ટ્રલ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનાની સાથે જ આ બેંક પર ત્રણ મોટી જવાબદારીઓ નાખવામાં આવી હતી. બેંકો દ્વારા જારી કરવામાં આવેલી નોટોનું નિયમન કરવું, અર્થતંત્ર માટે રિઝર્વની દેખરેખ અને દેવું તેમજ ચલણ સિસ્ટમને નિયંત્રિત કરવાના તેના મુખ્ય કાર્યો હતા.

1710178187165-0" data-google-query-id="CM_Cn-2XyYUDFYGnZgIdxWsHHg">

રિઝર્વ બેંકની સ્થાપના સાથે કલકત્તા, બોમ્બે, મદ્રાસ, રંગૂન, કરાચી, લાહોર અને કાનપુરમાં તેની બ્રાન્ચ ખોલવામાં આવી હતી. કલકત્તા, બોમ્બે, મદ્રાસ, દિલ્હી અને રંગૂનમાં પણ બેંકિંગ વિભાગો ખોલવામાં આવ્યા હતા. બર્મા એટલે કે મ્યાનમાર 1937માં ભારતીય યૂનિયનથી સ્વતંત્ર થયું, ત્યારબાદ આ બેંક 1947 સુધી સેન્ટ્રલ બેંક ઑફ બર્મા તરીકે કામ કરતી રહી. તે પછી RBIએ 1948 સુધી સેન્ટ્રલ બેંક ઓફ પાકિસ્તાન તરીકે કામ કર્યું.

RBI એ આઝાદી પછી 1 જાન્યુઆરી, 1949 થી સંપૂર્ણ રીતે ભારત માટે કામ કરવાનું શરૂ કર્યું. પછી તેને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1948 તરીકે અધિસૂચિત કરવામાં આવ્યું. પાવર હાથમાં આવતાની સાથે જ રિઝર્વ બેંકે કેટલીક મોટી સંસ્થાઓની સ્થાપના કરી. જેમાં ડિપોઝીટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી, કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ધ યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, ધ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા, નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ એન્ડ રેટ ડિસ્કાઉન્ટ અને ફાઈનાન્સ હાઉસ ઓફ ઈન્ડિયા જેવા નામો મુખ્ય છે.

RBI સમક્ષ પહેલો મોટો પડકાર વિદેશી મુદ્રા ભંડારને લઈને હતો, જે 1991માં શરૂ થયો હતો. રાજકોષીય ખાધ નોંધપાત્ર રીતે વધી ગઈ હતી અને અર્થતંત્ર સંપૂર્ણપણ ડામાડોળ થઈ ગયું હતું. વળી ઉપરથી ગલ્ફ વોરના કારણે ભારતનો ખર્ચ પણ વધવા લાગ્યો હતો. અને તેમા એક સમય એવો આવ્યો કે ભારત પાસે માત્ર બે અઠવાડિયાની આયાત માટેના જ પૈસા બચ્યા હતા. આવી સ્થિતિનો સામનો કરવા માટે ભારતે બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાંથી 47 ટન સોનું અને યુનિયન બેન્ક ઓફ સ્વિટ્ઝર્લેન્ડમાંથી 20 ટન સોનું આયાત કરવું પડ્યું હતું.

એ પછી આવી રોકડની કટોકટી

2008 ની મહા મંદી પછી જ્યારે વિશ્વભરના દેશો ઝડપથી આગળ વધી રહ્યા હતાં. ત્યારે 2013 માં ભારતની સામે ચલણ એટલે કે રોકડની કટોકટી ઊભી થઈ હતી. તે સમયે ભારતીય મુદ્રા ઝડપથી ઘટી રહ્યું હતું. તેનાથી બચવા માટે આરબીઆઈએ સ્પેશિયલ સ્વેપ વિન્ડો ખોલવી પડી. આ વિન્ડો દ્વારા રાહત દરે વિદેશી ચલણની ખરીદી કરવામાં આવી હતી અને ધીમે ધીમે રૂપિયાની સ્થિતિમાં સુધારો થયો હતો. કુલ 34 અબજ ડોલરની વિદેશી ચલણ 3.5 ટકાના રાહત દરે ખરીદવું પડ્યું હતું.

કોરોના મહામારીનો મોટો ઝટકો 

આ દરેક પડકારોમાં સૌથી મોટો પડકાર હતો કોવિડ-19 વાયરસથી ફેલાયેલી કોરોના મહામારી. વર્ષ 2020ની શરૂઆતમાં આવેલી આ મહામારીએ વિશ્વભરની અર્થવ્યવસ્થાઓને બરબાદ કરી નાખી હતી. જેમાંથી હજુ પણ કેટલાક દેશો બહાર આવી શક્યા નથી. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે પણ કહ્યું હતું કે આ 100 વર્ષમાં સૌથી મોટી આર્થિક દુર્ઘટના લઈને આવ્યું છે.  તેનો સામનો કરવા માટે આરબીઆઈએ ઓછા વ્યાજે લોન, લોન મોરેટોરિયમ સહિત ઘણાં રાહત પેકેજ જારી કરવા પડ્યા હતા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.