ગુજરાતની સરકાર ના ગૃહમઁત્રી જયારે ગુજરાત પોલીસતો મારોપરિવાર છે તેવું જાહેર મા કહેતા ફરેછે ત્યારે પોતાનાજ પોલીસ પરિવાર ની વેદના સાંભળશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rbhwv5u7aduwokrd/" left="-10"]

ગુજરાતની સરકાર ના ગૃહમઁત્રી જયારે ગુજરાત પોલીસતો મારોપરિવાર છે તેવું જાહેર મા કહેતા ફરેછે ત્યારે પોતાનાજ પોલીસ પરિવાર ની વેદના સાંભળશે


ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવું કે સંઘવી સાહેબ આપશ્રીએ ગુજરાત પોલીસને *મારો પરિવાર મારો પરિવાર* કહી કહી જે *ભથ્થા* ના સ્વરૂપમા જે પોલીસ પરિવાર ઉપર દયા કરી છે તે બદલ આપનો ખૂબજ દુઃખ સાથે આભાર માનીએ છીએ કેમ કે તમે તો ગુજરાત પોલિસને *મારો પરિવાર* કહેતા હતા અને પોલીસ પરિવારના મહિલાઓ સાથેની પ્રથમ મીટીંગમાં જ બહેનોને મારી બહેનો કરીને સંબોધ્યા હતા અને તમામ બહેનોને ખૂબ જ ભારપૂર્વક વિશ્વાસ પણ આપ્યો હતો તો આપ શ્રીએ અને સરકારશ્રીએ તો પરિવારની તમારી બહેનો સાથે જ અન્યાય કર્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે તમે ગુજરાત સરકારની બનાવેલી કમિટીમાં હતા અને એ કમિટીએ તમામ વિભાગોની માંગણીઓનો સ્વીકાર કર્યો ત્યારે તમને તમારો પરિવાર યાદ ના આવ્યો અરે હાલની તારીખમાં મરણ ગયેલ પોલીસ પરિવારના મોટાભાગની બહેનો અને ભાઈઓ *રહેમરાહે નોકરી* માટે આંદોલન પર છે તેઓને જ્યારે ડિટેલ કર્યા ત્યારે તેઓની આંખોમાં જે દુઃખ અને આંસુ હતા તો તમને ત્યાં તમારો પોલીસ પરિવાર નથી દેખાતો.. હર્ષભાઈ સાહેબ આવી રીતે પોલીસને લાગણીશીલ, વિવશ અને દુઃખી બનાવવા કરતા એક સારો રસ્તો તમને અને ગુજરાત સરકારશ્રીને ગુજરાત પોલિસ દેખાડે છે કે ગુજરાત પોલીસને ન્યાયથી વંચિત રાખો તો કાંઈ નહિ પરંતુ જે પોલીસ પરિવાર ના મુખ્ય સદસ્ય મરણ ગયેલ હોય તેવા પરિવારને રહેમ રાહે નોકરીઓ તો આપી જ શકાશે અને જો એમાં પણ તમારી, સરકારશ્રીની *તિજોરી* પર ભારણ પડતું હોય તો ગુજરાત રાજ્યનું સંચાલન કરતા તમામ મંત્રીશ્રીઓ કે જેઓ સરકારશ્રી ની તિજોરીમાંથી મોટાભાગના જે જે લાભો લેતા હોય તેઓશ્રીને એક વિનંતિ કરીએ છીએ કે આ ટુકડાના રૂપમાં જે ગુજરાત પોલીસને ભથ્થા આપ્યા છે તે પરત લઈ લો અને તો પણ ભારણ ના ઘટે તો ગુજરાત પોલીસનો પગાર પણ ૫૦% કરી નાખશો તો પણ ગુજરાત પોલીસ સભ્યો કોઈ વિરોધ નહી કરી શકે એ તો તમે જાણો જ છો કે તમારી પોલીસ કેટલી સુરાતન વાળી છે... માટે આ વિષય પર ગંભીતાપૂર્વક વિચારવિમસ કરી સકારાત્મક સરકાર શ્રી તરીકે કોઈ સારું તારણ કાઢો એવી આશા સાથે. સમગ્ર ગુજરાત પોલીસ પરિવારના જય હિન્દ,
જય ભારત, જય જય ગરવી ગુજરાત,

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]