પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક ખાતાઓના કવરેજ માટે એક વિશેષ અભિયાન “બચત બસંત મહોત્સવ”
પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક ખાતાઓના કવરેજ માટે એક વિશેષ અભિયાન "બચત બસંત મહોત્સવ"
ભારતીય ટપાલ વિભાગે તારીખ ૯-૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ ૧૧ લાખ "સુકન્યા સમૃદ્ધિ યોજના” ના ખાતા ખોલ્યા છે અને ૨૪ કલાકની અંદર સૌથી વધુ SSY ખાતા ખોલવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા અને તેમને સશક્ત બનાવવા માટેની આ ઉપલબ્ધીને આપણા વડાપ્રધાનશ્રી દ્વારા બિરદાવવામાં આવી હતી.
ગુજરાત પોસ્ટલ સર્કલ ૮૮૪૦ પોસ્ટ ઓફિસના નેટવર્ક સાથે લોકોની સેવામાં છે અને ૧.૩૭ કરોડથી વધુ લાઇવ ખાતા ધરાવે છે. આજ ઉપલક્ષમાં અને છેવાડાનાં નાગરિકોના નાણાકીય સમાવેશ માટેના સતત પ્રયાસોને અનુરૂપ, તા.૨૦-0૨-૨૦૨૩ થી ૩૧-૦૩-૨૦૨૩ દરમ્યાન તમામ પોસ્ટ ઓફિસ પર "પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક" ખાતાઓ ખોલવા માટે વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમયગાળા દરમિયાન POSB ખાતા ખોલવા માટે ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના દરેક ભાગમાં વિશેષ શિબિરો અને મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો માટે ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા તેઓને પબ્લિક પ્રોવિડન્ટ ફંડનો લાભ આપવા માટે "ધ્રુવ સંકલ્પ" નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ યોજનામાં રોકાણ કરાયેલી રકમ બાળકોના મોટા સપનાઓને સાકાર કરવા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આ અંતર્ગત અત્યાર સુધી ગુજરાતની જનતા દ્વારા પોસ્ટ ઓફિસ ની વિવિધ યોજનાઓમાં ૨ લાખ કરતા વધારે ખાતા ખૂલી ચૂક્યા છે જેમાં સાબરકાંઠા ડિવિજ્ન માં પણ ૬૦૦૦ સુકન્યા તથા અન્ય ૫૦૦૦ જેટલા ખાતા નો ઉમેરો થયેલ છે. હાલમાં, ભારતીય ટપાલ વિભાગસલામતી સાથે તમામ POSB યોજનાઓમાં સૌથી વધુ વ્યાજ દર આપી રહ્યુંછે. અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના તેમજ પરિવારના સભ્યોના POSB ખાતા ખોલાવે અને પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવે. અત્યારે હાલમાં ભારતીય ટપાલ વિભાગ વિવિધ POSB ખાતામાં નીચે મુજબ વ્યાજ દર આપે છે.
SB 4 % SCSS 8.0 %
1-TD 6.6 % MIS 7.1 %
2-TD 6.8 % SSA 7.6 %
3-TD 6.9 % PPF 7.1 %
5-TD 7.0 % NSC 7.0 %
RD 5.8 % KVP 7.2 %( will mature in 120 Months)
૦૦૦૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.