એકબાજુ કાળજાળ ગરમીથી કચ્છવાસીઓ ત્રાહિમામ; બીજી બાજુ 44 ડિગ્રી ધોમ ધખતા તાપમાં પણ સાધુની અગ્નિ તપસ્યા
એકબાજુ કાળજાળ ગરમીથી કચ્છવાસીઓ ત્રાહિમામ; બીજી
બાજુ 44 ડિગ્રી ધોમ ધખતા તાપમાં પણ સાધુની અગ્નિ તપસ્યા
ભારત વર્ષના ઇતિહાસમાં ઋષિમુનિઓ દ્વારા અનેક કઠિન તપસ્યાનો ઉલ્લેખ વેદ પુરાણોમાં કરાયો છે. ત્યારે કળિયુગમાં પણ આવી ઘોર તપસ્યા એક સાધુ કરી રહ્યાં છે. 44 ડિગ્રી તાપમાન વચ્ચે કચ્છવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે બીજી બાજુ ભચાઉના કરમરિયા ગામે કોઈ પણ અન્નજળ વિના માત્ર કંતાન ઓઢી અને ચારે બાજુ અગ્નિ પ્રગટાવી સાધુ 21 દિવસની અગ્નિ તપસ્યા કરી રહ્યા છે. જ્યાં ધોમધખતા તાપમાં કોઈ ઊભી પણ ના શકે ત્યાં મુનિની તપસ્યા અને અલૌકિક શક્તિના દર્શન કરી સૌ કોઈ તેમને વંદન કરી રહ્યા છે. તેવું શંકરભાઇ છાંગા એ જણાવ્યો હતો.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.