૫૯ ધંધૂકા તાલુકાનીવિધાનસભાના ખર્ચ નિરીક્ષકે મુલાકાત લીધી - At This Time

૫૯ ધંધૂકા તાલુકાનીવિધાનસભાના ખર્ચ નિરીક્ષકે મુલાકાત લીધી


૫૯ ધંધૂકાતાલુકાનીવિધાનસભાના ખર્ચ નિરીક્ષકે મુલાકાત લીધી પ્રાંત અધિકારીની કચેરી ખાતે બેઠક યોજી.
૫૯-ધંધૂકા વિધાનસભા બેઠકની ચુંટણીને લઇ ચુંટણી પંચ તડામાર તૈયારીમાં લાગી ગયુ છે.ત્યારે વિધાનસભા ક્ષેત્રની મુલાકાત ખર્ચનિરિક્ષક સુરેશ કટારીયાએ મુલાકાત લઇ ચુંટણી લક્ષી કામગીરી ને લઇ પ્રાંત અધિકારીની કચેરી ખાતે બેઠક યોજી હતી તો જરૂરી કામગીરી બાબતે જાણકારી આપી હતી.તો ચુંટણી કર્મીઓની કામગીરીને લગતી ટ્રેનીગ આજે કેથોલીક હોલ ખાતે શરૂ કરવામાં આવી હતી
ધંધૂકા વિધાનસભાની ચુંટણીને લઇ ચુંટણી પંચના ખર્ચ નિરિક્ષક સુરેશ કટારીયા ધંધૂકા ખાતે પહોંચ્યા હતા.પ્રાંત અધિકારીની કચેરી ખાતે પ્રાંત અધિકારી યોગેશ ઠકકર ની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી. જેમાં સ્ટેટીસ્ટીક સર્વેલન્સ ટીમ તથા ફ્લાંઇન સ્કવોડ સાથે બેઠક યોજી હતી. જેમાં ચુંટણી પંચની આદર્શ આચાર સંહિતના તથા ખર્ચને લઇ જાહેર કરાયેલી ગાઇડલાઇનનુ પાલન થાય તે માટે જરૂરી સુચનો કર્યા હતા તો જયાં નિયમોનુ ઉલ્લંઘન થતુ હોય ત્યાં નિયમાનુસાર કાર્યવાહી માટે તાકીદ કરી હતી.તો નિરિક્ષક દ્વારા ચુંટણી કાર્યમાં તેનાત કરાયેલ વિવિધ ટીમો ની પણ મુલાકાત લઇ ને કામગીરી ની સમીક્ષા કરી હતી.ચુંટણી પંચ દ્વારા ચુંટણીને લઇ તડામાર કામગીરી કરવામાં આવી રહી છે.ધંધૂકાના કેથોલીક હોલ ખાતે ૩૬૦ ચુંટણી આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં પણ આવી તાલીમો કર્મીઓને આપવામાં આવશે .

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon