ધોનીની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સનો સાથ છોડશે રવિન્દ્ર જાડેજા! ડિલેટ કરી વાયરલ કોમેન્ટ

ધોનીની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સનો સાથ છોડશે રવિન્દ્ર જાડેજા! ડિલેટ કરી વાયરલ કોમેન્ટ


જાડેજા અને સીએસકે એક બીજાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનફોલો કરી ચુક્યા છે

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2022ની સીઝન ખરાબ રહી હતી. આઇપીએલની 15મી સીઝનની શરૂઆત પહેલા ચેન્નાઇ સુપરકિંગ્સે ધોનીને કેપ્ટન પદેથી હટાવ્યા બાદ જાડેજાને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. જોકે, ટીમ તેની કેપ્ટન્સીમાં કોઇ કમાલ બતાવી શકી નહતી. તે બાદ જાડેજાએ અધ વચ્ચે જ કેપ્ટન્સી છોડી દીધી હતી.

આ વિવાદ પછી લાગે છે કે રવિન્દ્ર જાડેજા ચેન્નાઇ સુપરકિંગ્સમાં પરત ફરવાના મૂડમાં નથી. આ વાતની પુરી શક્યતા છે કે રવિન્દ્ર જાડેજા આગામી આઇપીએલ સીઝનની શરૂઆત પહેલા ઓક્શનમાં ઉતરશે. જાડેજા અને સીએસકે એક બીજાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનફોલો કરી ચુક્યા છે.

તાજેતરમાં જ ડિલેટ કરી હતી ઇંસ્ટા પોસ્ટ

રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં પોતાના ઇંસ્ટાગ્રામ પ્રોફાઇલ પર બે આઇપીએલ સીઝનને લઇને સીએસકેની સબંધિત તમામ પોસ્ટ હટાવી દીધી છે. જોકે, જ્યારે જાડેજાને સીએસકે સાથે જોડાયેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો જાડેજાએ એમ કહીને સવાલને ટાળી નાખ્યો કે તે વર્તમાનમાં ટીમ ઇન્ડિયા માટે પોતાના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિંત કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા ગતિવિધિમાં જાડેજાએ ચેન્નાઇ સુપરકિંગ્સની પોસ્ટ પર કરેલા પોતાના રિપ્લાયને ડિલેટ કરી નાખ્યો છે. સીએસકેએ આ વર્ષે ફેબ્રુઆરીમાં જાડેજાને યેલો જર્સીમાં બતાવતા એક કોલાજ શેર કર્યો હતો અને સીએસકે માટે તેના એક દાયકા લાંબા આઇપીએલ કરિયરને બતાવતા ટાઇટલ આપ્યુ હતુ, 10 વર્ષનો સુપર જડ્ડુ. ટ્વીટ પર રિપ્લાય આપતા રવિન્દ્ર જાડેજાએ માત્ર ચાર શબ્દમાં જવાબ આપ્યો હતો, વધુ 10 વર્ષ. પરંતુ જાડેજાએ હવે આ રિપ્લાયને ડિલેટ કરી નાખ્યો છે.

2012માં ચેન્નાઇ સુપરકિંગ્સ સાથે જોડાયો હતો જાડેજા

ચેન્નાઇ સુપરકિંગ્સે આઇપીએલ 2012ની હરાજીમાં રવિન્દ્ર જાડેજાને ખરીદ્યો હતો જે બાદ તે સતત આ ટીમ સાથે બનેલો છએ. આ શાનદાર સફર દરમિયાન જાડેજાએ સીએસકે સાથે બે આઇપીએલ ખિતાબ પણ જીત્યા છે. સાથે જ તે ખુદને સારા ઓલરાઉન્ડરના રૂપમાં સ્થાપિત કરવામાં સફળ રહ્યો છે. આઇપીએલ 2022ની મેગા હરાજી પહેલા પણ 31 વર્ષના જાડેજાને ફ્રેન્ચાઇઝીએ 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »