નામચીન રવિ દેવજાનીને મધ્ય પ્રદેશ ખાતેના ખુનના ગુનામાં પોલીસને સોંપાયો - At This Time

નામચીન રવિ દેવજાનીને મધ્ય પ્રદેશ ખાતેના ખુનના ગુનામાં પોલીસને સોંપાયો


વડોદરા,તા.06 ઓગષ્ટ 2022,શનિવારવડોદરા શહેરના વેપારીને કુખ્યાત ગુનેગાર અનીલ ઉર્ફે એન્થોનીના નામથી કરોડો રૂપીયાની ખંડણી મેળવવા સારૂ ધમકી આપનાર આરોપી ઇસમ નામે રવિ બીમનદાસ દેવજાની (રહે. દાજીનગર, વારસીયા)ની સામે ક્રાઇમ બ્રાન્ચમા ખંડણી માંગવાના ગુનાહિત કૃત્ય અંગે ગુનો નોંધાયેલ હતો. ગુનાના કામે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને શોધી કાઢી તપાસ કાર્યવાહી કરી કોર્ટમાં રજુ કરવામા આવતા નામદાર કોર્ટે આરોપીને મધ્યસ્થ જેલમાં મોકલી આપેલ હતો. મધ્યપ્રદેશના ઇંદોર જીલ્લામા આવેલ હિરાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના ફરીયાદીએ આરોપી રાજેશ ચૌહાણ, સાનુ સાગર, ચયન સિકે તેમજ અન્ય બે ઇસમોએ એકબીજાની મદદગારીથી ફરીયાદીના મિત્ર અનીલ દિક્ષીત (રહે. ઇંદોર)નુ ખુન કરવાનુ ગુનાહિત કાવત્રુ રચી ફાયરીંગ કરી ફરીયાદીના મિત્ર અનીલ દિક્ષીતના માથામાં ગોળી મારી ફાયરીંગ કરી ગંભીર ઇજાઓ પહોચાડેલ અને બનાવમાં ઇજા પામનાર ફરીયાદીના મિત્ર અનીલ દિક્ષીતનાઓ સારવાર દરમ્યાન મરી ગયેલ. મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા ઇંદોર ખાતે થયેલ ખુનના ગુનાની તપાસ દરમ્યાન આરોપીઓએ ઉપયોગ કરેલ ગાડી વડોદરા ખાતે ખંડણીના ગુનામાં પકડાયેલ આરોપી રવિ બીમનદાસ દેવજાણીના માલીકીની હોવાનુ અને રવિ દેવજાણીની ખુનના ગુનામાં સંડોવણી હોવાનુ જણાઇ આવેલ. આરોપી રવિ દેવજાણીએ ખંડણીના ગુનાની તપાસ દરમ્યાન ખુનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વડોદરા ખાતે રવિ દેવજાનીના ઘરે આવેલાનુ અને રવિ દેવજાનીના મકાનમા ગુનો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવનાર અગ્નીશસ્ત્રનો ફાયરીંગ કરી ટેસ્ટ લેવામાં આવેલ હોવાની હકિકત જણાઇ આવેલ હતી. આરોપી રવિ દેવજાનીનો ઇંદોર ખાતેના ખુનના ગુનામાં સંડોવાયેલ હોઇ આરોપીના જામીન મંજુર થતા આરોપી રવિ દેવજાની જેલમાંથી છુટીને ફરાર થાય તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે આરોપી રવિ દેવજાનીને રાઉન્ડ અપ કરી મધ્યપ્રદેશ પોલીસને સોંપેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon