રાફેલ વિવાદઃ જેન્ટલમેન ફેક ન્યૂઝ ફેલાવી રહ્યાં છે, અમારી ડીલ UPAથી બહેતરઃ પીયુષ ગોયલ

, ભારત અને ફ્રાંસ વચ્ચે ફાઈટર વિમાન રાફેલને લઈને થયેલી ડીલ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, રાફેલ પર રાહુલ ગાંધીએ ફેક ન્યૂઝથી દેશભરમાં જૂઠાણાં ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. NDAએ UPAની તુલનામાં બહેતર ડીલ કરી છે. દસૌ કંપનીના CEOએ સ્પષ્ટ શબ્દોમાં પુષ્ટી કરી છે કે તેઓએ ઓફસેટને લાગુ કરવા માટે પોતાની મરજીથી પાર્ટનરની પસંદગી કરી હતી. પીયૂષ ગોયલે કહ્યું કે આ જેન્ટલમેન (રાહુલ ગાંધી) ફેક ન્યૂઝ બનાવી રહ્યાં છે. એક વખતના જૂઠાણાંને 100 વખત બોલવાથી તે સત્ય નથી થઈ જતું.
રાફેલ ડીલ પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભાજપ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે સરકારે 2007 અને 2012માં UPAના સમયમાં થયેલી ડીલ કરતાં ઘણી સારી સમજૂતી કરી છે. અમે તેજ ડિલવરી, સમારકામનો લાંબો સમય અને સ્પેર પાર્ટ્સની યોગ્ય ઉપલબ્ધતા પ્રાપ્ત થઈ છે. ઓફસેટ પર અંતિમ પ્રતિક્રિયા 2019ના અંત સુધીમાં ઉપલબ્ધ થશે.
 
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »