MPમાં બદમાશો બેફામ:રેપ કર્યો, તલવારો સાથે હુમલો કરતા ઘરમાંથી યુવતીને ઉઠાવી જવા આવ્યા, પિતાનો પગ ભાઈનો હાથ ભાંગ્યો; લોકોનું ટોળું એકઠું થતાં આરોપી ભાગ્યા - At This Time

MPમાં બદમાશો બેફામ:રેપ કર્યો, તલવારો સાથે હુમલો કરતા ઘરમાંથી યુવતીને ઉઠાવી જવા આવ્યા, પિતાનો પગ ભાઈનો હાથ ભાંગ્યો; લોકોનું ટોળું એકઠું થતાં આરોપી ભાગ્યા


MPમાં કાયદો- વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. બદમાશોને જાણે પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ બેફામ બન્યા છે. MPના અશોકનગરમાં એક 22 વર્ષની યુવતી પર છોકરાએ રેપ કરતો વીડિયો બનાવ્યો. તેણે યુવતીને બદનામ કરી. હાલમાં થોડા દિવસો પહેલા યુવતીના લગ્ન બીજે ક્યાંક નક્કી થતાં આરોપી યુવક તેના મિત્રો સાથે મળીને તલવારો સાથે યુવતીના ઘર પર હુમલો કર્યો હતો. બદમાશો યુવતીને ઘરેથી ઉપાડી જવા આવ્યા હતા. જ્યારે પરિવારજનોએ વિરોધ કર્યો તો બદમાશોએ યુવતીના પિતાનો એક પગ અને ભાઈનો એક હાથ ભાંગી નાંખ્યો હતો. બદમાશોએ માતાને પણ માર માર્યો હતો. આરોપીઓ તલવારો અને લોખંડની પાઈપો સાથે હુમલો કર્યો હતો. યુવતી અને તેના પરિવારજનોની ચીસો સાંભળીને આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. શરૂઆતમાં આરોપીઓએ લોકોને પણ ધમકી આપી હતી. બાદમાં વધતી ભીડ જોઈને આરોપી યુવતીને છોડીને ભાગી ગયો હતો. યુવતીના પરિવારજનો અને તેના સાસરિયાના પરિવારને પણ ધમકીઓ આપવામાં આવી હતી. બે સમુદાયો, તેથી રાજકારણ ગરમાયું છે
મુખ્ય આરોપી કાલુ ઉર્ફે સલીમ પુત્ર આબિદ ખાન છે. પોલીસ કેસ નોંધવામાં આનાકાની કરી રહી હતી. બુધવારે મોડી રાત્રે હિન્દુ સંગઠનના કેટલાક કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બાદમાં બળાત્કાર સિવાય, પોલીસે યુવતીના પિતાની ફરિયાદ પર એક અન્ય કેસ પણ નોંધ્યો, જેમાં મુખ્ય આરોપી કાલુ સિવાય જોધા, સમીર અને શાહરૂખને આરોપી બનાવવામાં આવ્યા છે. પીડિતાએ કહ્યું- તેણે મારી સાથે ખોટું કર્યું
પીડિતાએ રડતાં રડતાં કહ્યું કે આરોપીએ તેની સાથે ઘણી વખત ખોટું કર્યું છે. પરિવાર 6-7 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં રહ્યો. પછી રિપોર્ટ ફાઈલ કર્યો. પરિવાર 8 વાગે સિટી કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. લગભગ 1 વાગ્યે કેસ નોંધવામાં આવ્યો હતો. એસપીએ કહ્યું- મુખ્ય આરોપીને જેલ ભેગો કર્યો
એસપી વિનીત કુમાર જૈને જણાવ્યું કે, મામલો ધ્યાનમાં આવતાં જ આરોપીઓ વિરુદ્ધ બે અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે. મુખ્ય આરોપીની ધરપકડ કરીને જેલમાં ધકેલવામાં આવ્યો છે. પોલીસ તેના સાગરિતોની શોધમાં દરોડા પાડી રહી છે. આ રીતે આતંક ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે કલમ 323, 294, 506, 34 હેઠળ કેસ નોંધ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.