'બિગ બોસ OTT-3'માં રણવીર શૌરી ભાવુક થયો:બ્રેકઅપ સમયે પૂજા ભટ્ટે લગાવ્યો હતો નશાની હાલતમાં મારપીટનો આરોપ, એક્ટરે કહ્યું, 'હું તેમાંથી બહાર નીકળી શકતો નહતો' - At This Time

‘બિગ બોસ OTT-3’માં રણવીર શૌરી ભાવુક થયો:બ્રેકઅપ સમયે પૂજા ભટ્ટે લગાવ્યો હતો નશાની હાલતમાં મારપીટનો આરોપ, એક્ટરે કહ્યું, ‘હું તેમાંથી બહાર નીકળી શકતો નહતો’


'બિગ બોસ OTT-3'માં સિનિયર એક્ટર રણવીર શૌરી સ્પર્ધક તરીકે જોવા મળી રહ્યા છે. રણવીર શોમાં તો ઝઘડો કરે જ છે પરંતુ તેના અંગત જીવન સાથે જોડાયેલા વિવાદોને કારણે પણ ચર્ચામાં છે. હાલમાં જ રણવીરે પૂજા ભટ્ટ સાથેના તેના વિવાદાસ્પદ બ્રેકઅપ પર નિવેદન આપ્યું છે. આ બાબતે વાત કરતા બોલ્યા કે, તેમના માટે બ્રેકઅપમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ હતું.' રણવીર શૌરી એક સમયે એક્ટ્રેસ પૂજા ભટ્ટ સાથે રિલેશનશિપમાં હતો. થોડા મહિનાના રિલેશન પછી 2000માં પૂજા ભટ્ટે રણવીર પર ગંભીર આરોપો મૂક્યા અને કહ્યું કે તેમણે દારૂના નશામાં ખરાબ વર્તન કર્યું હતું. આ સાથે જ પૂજાએ એવો પણ આરોપ મૂક્યો હતો કે, 'રણબીર જ્યારે નશામાં હતો અને હોંશ ગુમાવી દેતો ત્યારે દુર્વ્યવહાર કરતો હતો અને મારપીટ પણ કરતો હતો.' 'બિગ બોસ OTT-3' હાલના એપિસોડમાં રણવીરે તેના જીવનના ખરાબ તબક્કા વિશે વાત કરતી વખતે પૂજાનું નામ લીધા વિના આ સ્કેન્ડલ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, 'લદ્દાખમાં ફિલ્મ 'લક્ષ્ય'નું શૂટિંગ કરતી વખતે તેમને ખબર પડી કે તેમની માતાની તબિયત બગડી ગઈ છે. શૂટિંગના કારણે તે તેમની માતાને મળવા જઈ શક્યો ન હતો. જ્યારે તે શૂટિંગ પરથી પરત ફર્યો ત્યારે તેમની માતાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી અને ઘરે આવી ગયાં હતાં, જોકે થોડા દિવસો પછી તેમનું મૃત્યુ થયું હતું.' રણવીરે કહ્યું છે કે, 'આ સમયે મારી સાથે એક એક્ટ્રેસનું સ્કેન્ડલ થયું હતું. હું આ બાબતમાંથી બહાર નીકળી શક્યો ન હતો. મારા ભાઈએ મને અમેરિકામાં આવી જવા કહ્યું હતું. મેં મારા ભાઈ પાસેથી પૈસા ઉછીના લીધા અને એક્ટિંગનો કોર્સ કર્યો. 2005માં ત્યાંથી પરત ફર્યા બાદ મેં 'ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શો'નું શૂટિંગ શરૂ કર્યું હતું. તે જ સમયે મારી અટકેલી બે ફિલ્મો રિલીઝ થઈ અને એક અઠવાડિયામાં બેક ટુ બેક હિટ બની હતી. મારા કામને દર્શકો તરફથી પ્રેમ મળ્યો અને આ રીતે એક એક્ટર તરીકે મારી કરિયરની શરૂઆત થઈ હતી.' રણવીર શૌરીએ આ સમગ્ર વાતચીતમાં ક્યાંય પૂજા ભટ્ટનું નામ લીધું ન હતું, જોકે પૂજા એ એક્ટ્રેસ છે જેની સાથે રણવીરનું સ્કેન્ડલ થયું હતું. 2000માં જ્યારે પૂજા ભટ્ટે તેમના પર આરોપ લગાવ્યા ત્યારે રણવીરે તે આરોપો નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'અન્ય કપલ્સની જેમ તેના અને પૂજાના વિચારો સંમત થતા નથી.' તેમણે દારૂના નશામાં મારપીટ કરવાના આરોપોને પણ ખોટા ગણાવ્યા હતા. વધતા ઝઘડાઓને કારણે રણવીર શૌરી અને પૂજા ભટ્ટનું બ્રેકઅપ થઈ ગયું હતું. બ્રેકઅપ બાદ રણવીરે પૂજા ભટ્ટનું ઘર છોડી દીધું હતું. એક રિપોર્ટ અનુસાર, જ્યારે રણવીર થોડા દિવસો પછી પૂજાના ઘરે પોતાનો સામાન લેવા ગયો ત્યારે તેની કારનો કાચ તૂટી ગયો હતો. તે સમયે એવી પણ માહિતી મળી રહી હતી કે,પૂજા ભટ્ટના ભાઈ રાહુલ ભટ્ટે પણ તેને સળિયાથી મારવાનો પ્રયાસ કર્યો હતો. રણવીર શૌરી પહેલાં પૂજા ભટ્ટે પણ 'બિગ બોસ OTT-2'માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.