રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવનું નિધન:હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ હતા; તેમણે પત્રકારત્વ અને ફિલ્મની દુનિયામાં અમીટ છાપ છોડી: મોદી - At This Time

રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવનું નિધન:હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ હતા; તેમણે પત્રકારત્વ અને ફિલ્મની દુનિયામાં અમીટ છાપ છોડી: મોદી


મીડિયા જગત અને રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવનું શનિવારની સવારે 4:50 વાગ્યે નિધન થયું હતું. તેમણે હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં 97 વર્ષીની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ તેઓ 5 જૂનથી ICUમાં ભર્તી હતા. હૃદય સંબંધિત બિમારીના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી. રામોજી રાવના પાર્થિવ શરીરને એમના નિવાસ સ્થાન રામોજી ફિલ્મ સિટીમાં રાખવામાં આવ્યો છે. અહીંયા તેમને અંતિમ શ્રધ્ધાંજલી આપવામાં આવશે. મીડિયા જગતમાં રામોજી રાવનું બઉ મોટું નામ છે. તેમની પાસે ઘણાખરા બિઝનેસ વેંચર અને પ્રોડક્શન હાઉસ છે. જેમાં ઉષા કિરણ મૂવીઝ, ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન કંપની મયુરી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર્સ, ફાઇનાન્સિયલ સર્વિસ કંપની માર્ગદર્શી ચિટ ફંડ અને ડોલ્ફિન ગ્રુપ ઑફ હોટેલ્સ સામેલ છે. રામોજી ઈટીવી નેટવર્ક ટેલિવિઝન ચેનલના પ્રમુખ પણ હતા. તેમને 2016માં તત્કાલિત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તરફથી ભારતનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ મળ્યું હતું. રામોજીએ ભારતીય મીડિયામાં ક્રાતિ કરી: મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામોજી રાવના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે. એમણે X પર રોમાજી સાથેની એક તસવીર પોસ્ટ કરીને લખ્યું છે કે, રામોજી રાવનું નિધન ઘણું દુ:ખદ છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિ હતા. જેમણે મીડિયામાં ક્રાંતિ કરી. એમણે પત્રકારત્વ અને ફિલ્મની દુનિયામાં એક અમિટ છાપ છોડી છે. એમણે મીડિયા અને મનોરંજન જગતમાં નવિનતા અને શ્રેષ્ઠતા માટે નવા ધોરણો સ્થાપિત કર્યા. રામોજી રાવ ભારતના વિકાસને લઈ ભાવુક હતા. હું ભાગ્યશાળી છું કે, મને એમની સાથે વાતચીત કરવાની કેટલીક તકો મળી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.