રાજસ્થાનના સૈનિક કોંગો ખાતે શહીદ, વીડિયો કોલમાં પત્નીને હિંસક પ્રદર્શન દેખાડી રહ્યા હતા ત્યારે જ વાગી ગોળી
- શહીદ શીશપાલ બગડિયા સીકર જિલ્લાના લક્ષ્મણગઢના બગડિયાના બાસ ગામના રહેવાસી હતા, તેઓ 1994માં BSFમાં ભરતી થયા હતા.સીકર, તા. 28 જુલાઈ 2022, ગુરૂવારરાજસ્થાનના સૈન્ય પ્રભાવિત શેખાવતી વિસ્તારના સીકર જિલ્લોનો પુત્ર શીશપાલ બગડિયા કાંગોમાં હિંસક પ્રદર્શનમાં ગોળી વાગતાં શહીદ થયા છે. UN શાંતિ મિશન પર આફ્રિકન દેશ કોંગો ગયેલા શીશપાલ જ્યારે શહીદ થયા ત્યારે પોતાની પત્ની સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યા હતા. શીશપાલની શહીદ થવાની માહીતી મળતાં જ તેમના ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. શહીદના પાર્થિવ દેહને ભારત આવતા 2થી 3 દિવસ લાગશે. શહીદના ઘરે ગ્રામજનોનો જમાવડો છે. ગ્રામીજનો શહીદના પરિવારને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, શહીદ શીશપાલ સીકર જિલ્લાના લક્ષ્મણગઢના બગડિયાના બાસ ગામના રહેવાસી હતા. તેઓ 1994માં BSFમાં ભરતી થયા હતા. હાલમાં તેઓ હેડ કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા. થોડા સમય પહેલા તેઓ UN શાંતિ મિશન હેઠળ આફ્રિકન દેશ કોંગો ગયા હતા. શીશપાલ આઢી મહિના પહેલા ફરજ પર ગયા હતા. તેમની પત્ની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. શીશપાલને એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો પરિવાર જયપુરમાં રહે છે જ્યારે શહીદના માતા-પિતા ગામમાં રહે છે.- શીશપાલ પોતાની પત્ની સાથે વીડિયો કોલમાં વાત કરી રહ્યો હતો શહીદના નજીકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, શીશપાલને મંગળવારે ગોળી વાગી હતી જ્યારે તે પોતાની પત્ની સાથે વીડિયો કોલ પર વાત કરી હતા. તે પોતાની પત્નીને મોબાઈલ પર ત્યાં ચાલી રહેલા હિંસક પ્રદર્શનને બતાવી રહ્યા હતા. આ દરમિયાન ગોળી વાગવાથી શીશપાલ શહીદ થયા હતા. આ કારણોસર પરિવારને તે જ સમયે તેની શહાદત અંગે ખબર પડી હતી. આ કારણે પરિવારમાં ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતાં જ ગામલોકો શહીદના ઘરે પહોંચ્યા અને તેમના પરિવારજનો સાંત્વના આપવાતા જોવા મળ્યા હતા. શીશપાલની શહીદ થવાની જાણ થતાં જ અનેક સ્થાનિક જનપ્રતિનિધિઓ પણ તેમના ઘરે પહોંચ્યા હતા.- શેખાવાટીનો સમગ્ર વિસ્તાર સૈન્ય પ્રભુત્વ ધરાવે છેનોંધનીય છે કે, રાજસ્થાનનો સમગ્ર શેખાવાટી વિસ્તાર સૈન્ય પ્રભુત્વ ધરાવે છે. અહીંનો ઝુંઝુનુ જિલ્લો દેશમાં સૌથી વધુ સૈન્ય આપનાર જિલ્લા તરીકે ઓળખાય છે. ત્યારબાદ સીકર અને ચૂરૂ જિલ્લાનો નંબર આવે છે. આ ત્રણેય જિલ્લામાં મોટી સંખ્યામાં સૈનિકો અને ભૂતપૂર્વ સૈનિકો છે. અહીંના યુવાનો સેનામાં જોડાવા માટે આકરી મહેનત કરે છે. અહીંના અનેક દિકરાઓએ દેશની સેવામાં પોતાનું જીવન અર્પણ કર્યું છે. દરેક ગામમાં શહીદોની પ્રતિમાઓ પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, કોંગોના પૂર્વી શહેર બુટેમ્બોમાં સંયુક્ત રાષ્ટ્ર વિરોધી પ્રદર્શનમાં 2 ભારતીયો સહિત ત્રણ યુએન પીસકીપર્સ માર્યા ગયા હતા.મંગળવારે કોંગોના પૂર્વી શહેર બુટેમ્બોમાં સંયુક્ત રાષ્ટ્ર વિરોધી પ્રદર્શનમાં બે ભારતીયો સહિત ત્રણ યુએન પીસકીપર્સ માર્યા ગયા હતા. બુટેમ્બોના પોલીસ વડા પોલ નગોમાએ જણાવ્યું હતું કે, હિંસામાં 7 પ્રદર્શનકારીઓ પણ માર્યા ગયા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટર પર 2 બહાદુર ભારતીય શાંતિ સૈનિકોની શહાદત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં BSFના બે બહાદુર ભારતીય પીસકીપર્સ ગુમાવવા પર ખૂબ જ દુઃખી છું. તેઓ મોનાસ્કોનો ભાગ હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.