ફેરફાર:રેલવે રૂ. 100માં યુનિક કાર્ડ આપશે : 27 લાખ કર્મી-પેન્શનરોને મફત સારવાર મળશે - At This Time

ફેરફાર:રેલવે રૂ. 100માં યુનિક કાર્ડ આપશે : 27 લાખ કર્મી-પેન્શનરોને મફત સારવાર મળશે


રેલવેએ હૅલ્થકૅર નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. રેલવે પોતાના કર્મચારીઓ, તેમના આશ્રિતો અને પેન્શનર્સને યુનિક મેડિકલ આઇડેન્ટિફિકેશન (યુએમઆઇડી) કાર્ડ આપશે. આ કાર્ડ થકી કોઈ પણ રેફરલ વિના રેલવેની નિર્ધારિત હૉસ્પિટલો અને તમામ એમ્સમાં મફત સારવાર કરાવી શકશે. આ કાર્ડ સંબંધિત કર્મચારીઓ-પેન્શનરોની અપીલને પગલે 100 રૂપિયા ફી લઈને અપાશે. આ ફેરફારથી રેલવેના અંદાજે 12.50 લાખ કર્મચારીઓ અને 15 લાખથી વધુ પેન્શનર્સ અને લગભગ 10 લાખ આશ્રિતોને લાભ થશે. ક્યૂઆરથી કામ થશે... ડિજિલૉકરમાં એડ કરી શકાશે, રેફરલની જરૂર નથી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.