રાહુલ ગાંધી તમારી દાદીએ જ ઈમરજન્સી લાગુ કરી હતી તે યાદ છે? હિટલરવાળા નિવેદન પર ભાજપનો વળતો જવાબ

રાહુલ ગાંધી તમારી દાદીએ જ ઈમરજન્સી લાગુ કરી હતી તે યાદ છે? હિટલરવાળા નિવેદન પર ભાજપનો વળતો જવાબ


નવી દિલ્હી,તા.5 ઓગસ્ટ 2022,શુક્રવારમોંઘાવારી સામે કોંગ્રેસ આજે દિલ્હી સહિત દેશભરમાં દેખાવો કરી રહી છે.આ દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદીની હિટલર સાથે કરેલી સરખામણી બાદ ભાજપ ભડકી ઉઠી છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે હિટલર વાળા નિવેદનનો જવાબ આપતા કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીના દાદીએ દેશમાં ઈમરજન્સી લાગુ કરી હતી અને મોટા મોટા પત્રકારોને પણ જેલમાં ધકેલી દીધા હતા. રાહુલ ગાંધી તમને આ બધુ યાદ છે ખરૂં? તમે અમને લોકશાહીની સલાહ આપી રહ્યા છો પણ તમારી પોતાની પાર્ટીમાં લોકશાહી છે ખરી? તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદીની સરકારમાં વચેટિયાઓ માટે દરવાજા બંધ થઈ ગયા છે. સંરક્ષણના સોદામાં ખાયકી નથી થતી અને કોંગ્રેસનુ ભ્રષ્ટાચારી તંત્ર તેનાથી પરેશાન છે.બીજી તરફ ભાજપના સાંસદ અને પ્રવક્તા રાજીવ પ્રતાપ રૂડીએ કોંગ્રેસ સાંસદો દ્વારા કાળા કપડા પહેરીને થઈ રહેલા વિરોધ અંગે કહ્યુ હતુ કે, કાળા કામ કરનારા લોકો કાળા કપડા પહેરીને ફરે છે તે જોઈને આશ્ચર્ય થતુ નથી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »