બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લી દ્વારા બાળલગ્ન અટકાવવામાં આવ્યા.
તા.૧૧-૦૩-૨૦૨૪ ના રોજ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રમોસ ગામના જાગૃત નાગરિક દ્વારા ટેલીફોનીક માહિતી આપવામાં આવતા બાળલગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારી દ્વારા પોલીસ જાપ્તા સાથે રૂબરૂ સ્થળતપાસ કરવામાં આવી. જેમાં ૦૨(બે) લગ્નની તપાસ કરતા ૦૧(એક) લગ્નમાં વર-વધુની ઉંમર કાયદા પ્રમાણે પૂર્ણ થયેલ છે અને ૦૧(એક) લગ્નમાં વર-વધુની ઉંમર કાયદા પ્રમાણે પૂર્ણ થતી ન હોવાથી બાળકના માતા-પિતા અને કુટુંબીજનોને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ વિશે સમજણ આપી તેમની પાસેથી લગ્ન મોકુફ રાખવા અંગે નિવેદનો લેવામાં આવ્યા તથા બાળકની ઉંમર કાયદા પ્રમાણે પૂર્ણ થાય ત્યારબાદ જ લગ્ન કરાવવા અંગેની બાંહેધરી લેવામાં આવી તેમજ જો તેઓ બાળલગ્ન કરાવશે તો બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે અંગેની નોટીસ આપવામાં આવી.
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે સમાજમાં નાની છોકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે તેથી બાળલગ્ન અટકાવવા જરૂરી છે. જો કોઈ વ્યક્તિ કે સમાજ દ્વારા બાળલગ્ન કરાવવામાં આવે તો બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ લગ્ન કરનાર પુખ્ત વયનો પુરૂષ અને તેનાં માતા-પિતા કે વાલી, મદદગારી કરનાર, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધીમાં લાભ લેનાર, સંચાલન કરનાર, બાળલગ્ન કરાવનાર તમામને અપરાધી ગણવામાં આવે છે અને આ અધિનિયમમાં બાળલગ્ન કરનાર અને કરાવનારને બે વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઈ કરેલ છે. જેથી સેવાઓ આપતા પહેલા લગ્નગ્રંથીથી જોડાનારની જન્મ તારીખના દાખલાની ખરાઈ કરી લેવા જણાવવામાં આવે છે.
અરવલ્લી જિલ્લામાં કોઈપણ વિસ્તારમાં, ગામમાં કે મહોલ્લામાં બાળલગ્ન થતા જોવા મળે તો સામાજિક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી કપિલકુમાર પટેલ મો.૯૪૦૮૮૧૧૦૦૬, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ. દિલીપસિંહ બિહોલા મો.૯૮૨૫૯૫૦૫૧૬, સુરક્ષા અધિકારીશ્રી (સંસ્થાકીય સંભાળ) અજીતસિંહ રાઠોડ મો.૮૩૪૭૧૮૮૫૭૪, સુરક્ષા અધિકારીશ્રી (બિનસંસ્થાકીય સંભાળ) અર્ચનાબેન સુવેરા મો.૯૪૨૮૮૭૭૩૩૭, કાનુની સહ પ્રોબેશન અધિકારીશ્રી નિલેશકુમાર પરમાર મો.૯૯૦૯૦૫૩૯૧૩, ચાઈલ્ડ હેલ્પલાઈન નં. ૧૦૯૮ અને અભયમ ૧૮૧ હેલ્પલાઈન તથા સ્થાનિક પોલીસ અધિકારીશ્રીને અથવા કંટ્રોલરૂમ નં. ૧૦૦ ઉપર તાત્કાલિક જાણ કરવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અરવલ્લીની યાદીમાં જણાવાયુ છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.