વિરપુર TDOની બદલી થતા તાલુકા પંચાયત કચેરી ખાતે વિદાય સમારંભ યોજાયો.. - At This Time

વિરપુર TDOની બદલી થતા તાલુકા પંચાયત કચેરી ખાતે વિદાય સમારંભ યોજાયો..


કર્મચારીઓ તલાટી કમ મંત્રીઓ આગેવાનો પુષ્પોથી વર્ષા કરી ભવ્ય વિદાય આપી...

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકા પંચાયતના વિકાસ અધિકારી જય ચૌધરીની બનાસકાંઠાના ડીસા તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી થતા વિરપુર તાલુકા પંચાયત કચેરી વિદાય સમારંભ યોજાયો હતો. વિરપુર તાલુકા પંચાયતના કર્મચારીઓ, તલાટી કમ મંત્રી,સરપંચો ,તાલુકા પંચાયત પ્રમુખ સહિત જીલ્લા પંચાયત સદસ્ય ઉપસ્થિત રહી તાલુકા વિકાસ અધિકારીને પુષ્પોની વર્ષા કરી વિદાય આપી હતી.સરકારી અધિકારી કે કર્મચારીઓને નોકરીમાં બદલી,બઢતી અને બદનામી આ ત્રણ વાતને સાથે રાખીને નોકરી કરવાની હોય છે ત્યારે આવાજ એક નિષ્ઠાવાન અધિકારી વિરપુર તાલુકા પંચાયતના વિકાસ અધિકારી જય ચૌધરીની બદલી થતા કર્મચારીઓ અને તલાટી કમ મંત્રી હરખથી વિદાય આપી હતી તાલુકા પંચાયત ખાતે છેલ્લા સવા વર્ષથી તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા જય ચૌધરી કે જેઓએ પોતાની ફરજ દરમ્યાન વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને સરકારની નીતી રીતનો લાભ મળે તે સતત ચિંતા કરતા તેમજ છેવાડાના ગામડાઓનો વિકાસ થાય, છેવાડાના ગામડાઓમાં લોકોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે હમેશાં સતત પ્રયત્ન કરતા. તેમજ તેમની ઓફિસમાં નાનામાં નાનો માણસ યોગ્ય કામ લઈને આવે એટલે તેને ફરીવાર ધક્કો ન થાય તે માટે તાત્કાલિક પરીણામ લક્ષી કામગીરી કરતા હતા. તેમજ વિદ્યાર્થીઓને લગતી કામગીરીમાં કોય પણ સમયે મદદરૂપ થતા એવા વિરપુર તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરીની ડીસા ખાતે બદલી થતા તેઓનો તાલુકા પંચાયત કચેરી ખાતે વિદાય સમારંભ યોજાયો હતો આ સમારોહમાં તાલુકા વિકાસ અધિકારીને સાલ ઓઢાડી, ફૂલહાર કરી, સ્મૃતિ ચિહ્ન ભેટ આપી હતી. તેમજ કર્મચારીઓએ પુષ્પોથી વર્ષા કરી હ્દયથી વિદાય આપી હતી.....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.