ગાંધીનગર જીલ્લા પોલીસ ટીમ દવારા ખુનનો ગુન્હો ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/r90vpujg2cgza3mo/" left="-10"]

ગાંધીનગર જીલ્લા પોલીસ ટીમ દવારા ખુનનો ગુન્હો ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવ્યો


ગત તા. 26 મીના રોજ ઇન્દ્રોડા ગામે રહેતા કિરણજી વિરાજી મકવાણા સાયકલ લઈને સચિવાલય ખાતે નોકરીએ જતો હતો. ત્યારે સેક્ટર - 10 ભારતીય સર્વેક્ષણ કચેરી પાસેના રોડ પર અજાણ્યા ઈસમોએ પીસ્ટલ જેવા હથીયાર વડે બરડાના ભાગે ગોળી મારી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. ઉક્ત ગુનાનો ભેદ ઉકેલવા ગાંધીનગર રેન્જ આઇજીપી અભય ચુડાસમાની સૂચનાથી જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલે એલસીબી અને એસઓજી તેમજ સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવા આદેશો આપ્યા હતા. સી.સી.ટી.વી. ફુટેજ તથા ગ્રાઉન્ડ સર્વેલન્સ આધારે તપાસ કરતા મરણ જનારને ગોળી મારનાર બે ઇસમો પલ્સર બાઇક નં.જીજે ૧૮ બીએ ૮૨૭૨ ઉપર આવેલ હોવાનુ જણાઇ આવેલ, અને આ ખુન કર્યા બાદ થોડા આગળ જતા આ બાઇક સ્લીપ થઇ ગયેલા હોવાની માહીતી મળેલ. જેથી તાત્કાલીક તે જગ્યાએ જઇ તપાસ કરતા ત્યાંથી ગુન્હામાં વપરાયેલ દેશી હાથ બનાવટનું હથિયાર (પીસ્ટલ) મળી આવેલ, જેની કિ.રૂ. પ૦૦૦/-ની ગણી કબ્જે કરવામાં આવેલ અને તપાસનો દોર ચાલુ રાખેલ. કિરણજીનું ખુન કરવાનું નકકી કરી આ બંને આરોપીઓ પેથાપુર થઇ ઇન્દ્રોડા ગામે આવેલ અને ગામની બહાર નીકળવાના રસ્તા ઉપર ઉભા રહી તેના નિકળવાની રાહ જોતા હતા. આ વખતે પલ્સર બાઇક જૈમીન રાવળ ચલાવતો હતો અને તેની પાછળ જીતેન્દ્ર પટેલ હથિયાર લઇ બેઠેલ હતો. દરમ્યાન મૃતક નોકરી જવા સારૂ ઘરેથી નિકળેલ, આ વખતે આરોપીઓએ તેનો પીછો કરી ભારતીય સર્વેક્ષણ કચેરી પાસેના રોડ ઉપર ટ્રાફીક ન હોઇ જે તક નો લાભ લઇ જીતેન્દ્ર કિરીટભાઇ પટેલે મૃતકને બરડામાં ગોળી મારેલ અને તેઓ ત્યાંથી ભાગવા જતા થોડે દુર ત્રણ રસ્તા પાસે બાઇક સ્લીપ થઇ જતા જીતેન્દ્ર પટેલને ઇજા થયેલ અને આ હથિયાર પણ તે જગ્યાએ પડી ગયેલ. જે આધારે મરણ જનાર કિરણજીની પત્ની સાથે પ્રેમસબંધ ધરાવતા જીતેન્દ્ર ૫ટેલ તથા મદદગાર જૈમીન રાવળ બંનેની અટક કરી ૫કડી લેવામાં આવેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]