સાણંદ તાલુકા કિસાન કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/r8x7bekjudpmqhwl/" left="-10"]

સાણંદ તાલુકા કિસાન કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું


ગાંધીનગર ખાતે માજી સૈનિકોના આંદોલન દરમિયાન એક પૂર્વ સૈનિક શહીદ થતાં શહીદ સૈનિકને ન્યાયની માંગ સાથે સાણંદમાં મામલતદાર કચેરી ખાતે તાલુકા કિસાન કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવી રજૂઆત કરી.

વર્તમાન સમયમાં દેશમાં અને રાજ્યમાં દેશની સરહદ પર લડાઈ કરતો જવાન અને દેશ દુનિયાને અનાજ પૂરું પાડનાર કિસાન હેરાન પરેશાન છે*

ગુજરાતમાં પૂર્વ સૈનિકો પોતાની 14 માંગો સાથે ત્રીજી વખત ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા માટે આવ્યા ત્યારે સરકાર દ્વારા તેમને ગાંધીનગરમાં પ્રવેશ આપવા ન દેવો,તેમની અટક કરવી,તેમના પર બર્બરતા પૂર્વકનો પોલીસ બળ પ્રયોગ કરવો તે દેશની લોકશાહી વિરૂદ્ધનું કૃત્ય સરકાર પોતે કરી રહી હોય તેવું લાગી રહ્યું છે લોકોના મૌલિક અને બંધારણીય હક્ક અને અધિકારોના રક્ષણ કરવાની જગ્યાએ સરકાર પોતે તેનું હનન કરી રહી હોય તેવું લાગે છે આ પોલીસ બળ પ્રયોગમાં એક પૂર્વ સૈનિકની શહાદત થઈ તેની સંપૂર્ણપણે જવાબદારી રાજ્ય સરકારે સ્વીકારી તેના પરિવારનું ભરણ પોષણ કરવા માટે આવેદનપત્ર આપવામા આવ્યું

જેમાં અમદાવાદ જિલ્લા કિશાન સેલના કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશભાઇ મટોડા અને તાલુકા કિસાન સેલના પ્રમુખ મહાદેવભાઇ વાધેલાના નેતૃત્વ હેઠળ પ્રદેશ અગ્રણી ગૌતમ રાવલ,મહાદેવભાઈ કો.પટેલ,પંકજસિંહ વાધેલા,તાલુકા પ્રમુખ રમેશભાઈ કો.પટેલ,કિસાન સેલના મંત્રી આત્મારામ પટેલ,જિલ્લા ઉપપ્રમુખ પ્રભુભાઇ મટોડા, જિલ્લા સદસ્ય કાંતિભાઇ પટેલ તાલુકા સદસ્ય કિસ્મતભાઇ તથા તાલુકાના આગેવાનો હોદ્દેદારો બકાભાઈ સોલંકી મોડાસર,તાલુકા ઉપપ્રમુખ પૃથ્વીરાજ ઇયાવા,તાલુકા મહામંત્રી રાકેશ દવેડી,દોદરના ગણેશભાઇ સરપંચ ઘનશ્યામભાઇ માજી સરપંચ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

*..✍🏻 એટ ધીસ ટાઇમ ન્યુઝ ફઝલ પઠાણ સાણંદ અમદાવાદ 📹..*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]