પડધરી: બસની રાહ જોઈ રહેલી ત્રણેય બહેનોને રીક્ષાએ અડફેટે લેતા એકનું મોત
રાજકોટમાં રહેતી ત્રણ બહેનો લૌકીક વ્યવહારનાં કામે પડધરી ગયા હતા અને પરત ફરતા માટે ખામટા ગામે બસ સ્ટેન્ડે ઉભા હતા ત્યારે રીક્ષા ચાલકે ત્રણેને અડફેટે લેતા એક બેનનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. પડધરી પોલીસે રીક્ષા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ચાલકની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોરબી રોડ પરના સેટેલાઈટ ચોકમાં રહેતા નિમુબેન હસમુખભાઈ ગોંડલીયાએ પડધરી પોલીસમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ નિમુબેન તેમના બહેન વિજયાબેન તેજાભાઈ પરસાણા અને હેમીબેન બટુકભાઈ મોલીયા પડધરી લોકીક કામે ગયા હતા બાદ ત્યાંથી પરત ફરતી વેળાએ ખામટા ગામે રાજકોટ જવા માટે બસની રાહ જોઈ ઉભા હતા ત્યારે જી.જે. ૦૩ બી એકસ ૭૪૮૧ નંબરનાં રીક્ષા ચાલકે ત્રણેય બહેનોને અડફેટે લીધા હતા જેને લઈને ત્રણેય બહેનોને સારવાર અર્થે પડધરી ખસેડયા હતા.
ત્યારબાદ વિજયાબેનને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડયા હતા. તેઓને કીડની અને લીવરમાં ગંભીર ઈજા થતા વિજયાબેનનું ચાલુ સારવાર મોત નિપજયું હતુ. વિજયાબેનના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ બનાવની જાણ પડધરી પોલીસને કરતા હેડ કોન્સ્ટેબલ વી.એસ. ઝાલા સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોચી વિજયાબેનના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી રીક્ષા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.