મુળી ના આંબરડી ગામે સફેદમાટી ખનીજ નું ગૌચર જમીન માં ખનન
મુળી તાલુકા ના ગામોમા ખનીજ માફીયાઓ બેફામ બની ચુકયા છે ત્યારે ગૌમાતા ની ચરીયાણ એવી ગૌચર જમીન ઉપર કબજો જમાવી સફેદ માટી ખનીજ નું ખોદકામ શરૂ કરી દીધું છે અને દરરોજ મોરબી તરફ સિરામિક ઉધોગો માં ખનીજ ઠલવાય રહ્યા છે પરંતુ તંત્ર ખનિજ માફીયાઓ સામે વામણું સાબિત થયું છે ત્યારે બેરોકટોક ખનન રાત દિવસ ચાલુ છે મુળી ના આંબરડી ગામે મોટાપ્રમાણમા ખનીજ ખોદકામ ચાલુ છે ગામલોકો આ બાબતે રજુઆત પણ કરી ચુકયા છે પરંતુ ખનીજ માફીયાઓ દ્વારા તંત્ર ને અપાતા હપ્તા ના કારણે કાયદેસર કાર્યવાહી થી તંત્ર દુર રહેતું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે ગૌચર જમીન બચાવવા ગામજનો રીતસર ઉતરી પડયા છે પરંતુ ખનીજ માફીયાઓ મચક આપતા ન હોય ત્યારે ગામજનોએ વિડીયો વાયરલ કરી તંત્ર ને ઢંઢોળવાનો પ્રયત્ન કરેલ છે હવે જોઈએ તંત્ર ના બહેરા કાને અવાજ પહોંચે છે કે નહીં તે આવનાર સમય જ કહેશે અને ખનીજ માફીયાઓ અને ગામજનો વચ્ચે અથડામણ ન થાય તે પહેલા તંત્ર કાયદેસર કાર્યવાહી કરે તેવી અપીલ કરવામાં આવી છે........
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.