વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિ ના ૩૦ યુવાનો ને રોજગાર તાલીમ
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ
દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિ ના ૩૦ યુવાનો ને રોજગાર તાલીમ
બગસરા બાળ કેળવણી મંદીર અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ના સંયુક્ત ઉપક્રમે, તારીખ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ, બગસરા અને સાવરકુંડલા ના સ્લમ વિસ્તાર ના વિચરતી અને વિમુક્ત જાતિ ના સરાણીયા અને દેવીપૂજક સમાજના ૩૦ યુવાનો ને ધંધો રોજગાર કરવાં અને કોઈ સારી કંપની માં નોકરી મેળવવા માટે ની કાર્યક્ષમતા વધારવા માટે શું કરવું જોઈએ? આપણાં સ્વપ્ના ને સાકાર સ્વરૂપ આપવા માટે શું કરવું જોઈએ? અને ધંધો રોજગાર માં સફળ થવા માટે ક્યાં ક્યાં ગુણો વિકસાવવા જરૂરી છે? એ વિષયક આયોજિત સેમીનાર માં અધ્યક્ષ સ્થાને દેવજીભાઈ સોજીત્રા પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ કેળવણી મંડળ અમદાવાદ તથા મુખ્ય માર્ગદર્શક તરીકે દ્વારકાદાસભાઈ લલાડીયા ફૂલછાબ દૈનિક કારકિર્દી માર્ગદર્શન ના કટાર લેખન અમરેલી, કેતનભાઈ સાગઠીયા પ્રાધ્યાપક આઈ.ટી.આઈ બગસરા, ફિરોઝભાઈ S.B.I. ગ્રામ સ્વ.રોજગાર તાલિમ સંસ્થા અમરેલી એ યુવાનો ને સરસ અને સચોટ રીતે માર્ગદર્શન આપી, ધંધો રોજગાર કરવા પ્રેરીત કર્યા હતાં. આ યુવાનો આત્મનિર્ભર બને એ દિશામાં વિવિધ તાલીમી કાર્યકમો નું આયોજન સંસ્થા કરી રહેલ છે તેમ વિજયભાઈ જાનીની એક અખબારી યાદીમાં જણાવાયું છે. દેવચંદ સાવલિયા બાળ કેળવણી મંદીર બગસરા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.