આત્મા ગામડાનો, સુવિધા શહેરની વિભાવનાને ચરિતાર્થ કરવા સતત પ્રયત્નશીલ કૌશિક વેકરિયા
આત્મા ગામડાનો, સુવિધા શહેરની વિભાવનાને ચરિતાર્થ કરવા સતત પ્રયત્નશીલ કૌશિક વેકરિયા
સનાળીમાં ૧.૧૫ કરોડના ખર્ચે ૭૧ મીટર લંબાઈ ૧.૭૦ મીટર ઉંચાઈનો ચેકડેમ બનશે, ૮.૨૫ કરોડ લીટર પાણીનો સંગ્રહથી ૨૧ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતા સમગ્ર વિસ્તાર નંદનવન બનશે. સાજીયાવદર ગામે રૂ. ૩૮ લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અનુસૂચિત.જાતિ વિસ્તારમાં 03 લાખના ખર્ચે C.C રોડના કામનું ખાતમહૂર્ત. કુકાવાવ તાલુકાના કોલડા ગામે રૂ. ૮૪ લાખના ખર્ચે પ્રાથમિક શાળા તથા બ્લોક રોડ, એગ્રિકલ્ચર શેડ સહિતના કામનું ખાતમહૂર્ત તથા લોકાર્પણ. પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, રોડરસ્તા, સિંચાઈ અને ખેતીને લગતા વિકાસકાર્યોની ભેટ આપતા વેકરીયા.
અમરેલી : વિકાસને વરેલા અમરેલીના કર્તવ્યબદ્ધ યુવા અને ઉર્જાવાન લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્યદંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ગતરોજ અમરેલી-કુંકાવાવ તાલુકાના સાજીયાવદર,કોલડા અને સનાળીમાં આશરે રૂ. ૨.૩૭ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સર્વજન હિતાય, સર્વજન સુખાયના મૂળમંત્રને સાર્થક કરવાના હેતુથી મતવિસ્તારના છેવાડાના નાગરિકોની સુખાકારીમાં ઉત્તરોતર વધારો કરવા પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, ખેતી અને ખેડૂત તેમજ રોડ રસ્તા અને સિંચાઈને મુખ્ય લક્ષ્યમાં રાખીને આ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમરેલી તાલુકાના સાજીયાવદર ગામે રૂ. ૩૮ લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અનુસૂચિત.જાતિ વિસ્તારમાં રૂ. ૦૩ લાખના ખર્ચે C.C રોડના કામનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ. ૪૧ લાખના ખર્ચે વિકસિત થનારી આ સુવિધાઓથી સાજીયાવદરના ગ્રામજનોની સુખાકારીમાં વધારો થશે તેવો વિશ્વાસ નાયબ દંડક કૌશિક વેકરીયાએ વ્યક્ત કર્યો હતો.
કુકાવાવ તાલુકાના કોલડા ગામે રૂ. ૮૪ લાખના ખર્ચે પ્રાથમિક શાળાના કામનું ખાતમહૂર્ત તથા એગ્રીકલ્ચર શેડ,તથા 3 બ્લોક રોડના કામનું લોકાર્પણ કર્યુ હતું. કુકાવાવ અને વડિયાના વિવિધ પ્રશ્નોને હંમેશા પ્રાધાન્યતા આપી અને જિલ્લા મથક અમરેલી સાથે ગ્રામ્ય વિસ્તારોના વિકાસને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સિંચાઈ અને ખેતી માટે પાણીના પ્રશ્નોની રજૂઆતને જોતા સનાળી ખાતે ચેકડેમનું નિર્માણ કરવામાં આવશે. ગુરૂવારે ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સનાળી ખાતે ૭૧ મીટર લંબાઈ અને ૧.૭૦ મીટર ઉંચાઈનો અંદાજે રૂ. ૧.૧૫ કરોડના ખર્ચે નવો ચેકડેમ તૈયાર થશે. આ ચેકડેમમાં ૮.૨૫ કરોડ લીટર પાણીનો સંગ્રહ થતા ૨૧ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. ચેકડેમના નિર્માણથી પાણીના તળ ઉંચા આવશે અને સમગ્ર વિસ્તાર નંદનવન બનશે.
આ પ્રસંગે કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારે સેવા અને સમર્પણ અને સુસાશનના બે વર્ષના પૂર્ણ કર્યા છે. અમરેલી જિલ્લા માટે રાજ્ય સરકારે ખોળો પાથરી દીધો છે. વિકાસનો મૂળમંત્ર અમારો ધ્યેય છે. સર્વજન હિતાય, સર્વજન સુખાય એટલે કે સૌના વ્યાપક હિત અને સુખાકારી માટે જે કઈ કાર્યો કરવાના થશે તેના માટે અમે કર્તવ્યબદ્ધ છીએ. આ કડીના ભાગરૂપે આજે અમરેલી વડિયા કુંકાવાવના મતવિસ્તારને વિકાસકાર્યોની ભેટ મળી છે.આ પ્રસંગે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, ગ્રામ પંચાયતના આગેવાનો સહિત મોટી સંખ્યા વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.