બંધ ફ્લેટના લોક તૂટ્યા વગર 30 હજારની રોકડ, ઘરેણાંની ચોરી
પાડોશીને ઘરની ચાવી આપી હોય તેના પર શંકા
શહેરમાં સમયાંતરે તરખાટ મચાવતા તસ્કરોએ વધુ એક ફ્લેટ અને મકાનને નિશાન બનાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જ્યારે એક ચોરીના બનાવમાં પાડોશીએ જ ડુપ્લિકેટ ચાવીથી ઘરમાંથી હાથફેરો કર્યો હોવાની શંકા મકાનમાલિકે વ્યક્ત કરી છે. જામનગર રોડ, નાગેશ્વરમાં આવેલા સેલિબ્રેશન એપાર્ટમેન્ટમાં રહેતા અને ઘડિયાળ રિપેરિંગનું કામ કરતા પ્રકાશ આસિયાણી નામના યુવાનની ફરિયાદ મુજબ, ગત તા.30ના પોતે પત્ની સાથે ફ્લેટ બંધ કરી દ્વારકા ગયા હતા. બીજા દિવસે દ્વારકાથી રાજકોટ ઘરે પરત આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.