સમસ્ત મહાજન આત્મનિર્ભર યોજના અંતર્ગત 51 નવી રીક્ષા અર્પણ કરાશે.
સમસ્ત મહાજન આત્મનિર્ભર યોજના અંતર્ગત 51 નવી રીક્ષા અર્પણ કરાશે.
સમસ્ત મહાજન દ્વારા 5 માર્ચનાં રોજ આત્મનિર્ભર યોજના અંતર્ગત 51 નવી રીક્ષા અર્પણ કરાશે. સમસ્ત મહાજન વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, પ્રાણીઓની સુખાકારી માટે પ્રયત્નશીલ રહે છે. સમસ્ત મહાજન મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતના અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં મુંબઈ ખાતે રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશીર્વાદથી ‘અર્હમ અનુકંપા’ પ્રોજેક્ટ હેઠળ સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે.સમસ્ત મહાજન દ્વારા અમદાવાદનાં આંગણે ફરી એકવાર એક અદભુત અનુપમ સેવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત મહાજનની આત્મનિર્ભર યોજના અંતર્ગત 51 નવી રીક્ષા અર્પણ કરવામાં આવશે. આ કાર્યમાં સમસ્ત મહાજન સાથે ગુરુ પ્રેમ મિશન, શ્રી ધર્મ ભક્તિ પ્રેમ કલ્પ નવકાર ટ્રસ્ટ, ત્યાગ ટ્રસ્ટ, તપોવન પરિવાર જેવી સંસ્થાઓ જોડાઈ છે. કાર્યક્રમમાં ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કુલચંદ્ર સૂરીશ્વરજી મ.સા., પૂજ્ય આચાર્ય દેવ શ્રી હંસકીર્તિ સૂરીશ્વરજી મ.સા, પૂજ્ય સાધ્વી શ્રી ચિંતનપ્રજ્ઞાશ્રીજી મ.સા. આદિ શ્રમણ-શ્રમણી વૃંદની પાવન નિશ્રા પ્રાપ્ત થશે. કાર્યક્રમમાં ચંદ્રકાંતભાઈ ગોગરી, દીપકભાઈ ભેદા, ગણપતજી ચૌધરી, લલિતભાઈ ધામી, કમલેશભાઈ રસિકલાલ, ભીખુભાઈ શાહ મુખ્ય મહેમાનો તરીકે હાજરી આપશે. આ કાર્યક્રમ પૂજ્ય આચાર્યસમ પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન, અમિયાપુર ખાતે યોજાશે. સૌ ને આ કાર્યક્રમમાં હાજરી આપવા ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં માનદ સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ અને સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ જૈન દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી માટે ગિરીશભાઇ શાહ (મો. 9820020976) અને દેવેન્દ્રભાઈ જૈન (મો. 9825129111) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.