ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ સ્કૂલ દાંતા જગતાપુરા શાળામાં 75 માં પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી ઉજવણી નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
શાળાના પ્રટાંગણમાં શાળા ના આચાર્યશ્રી શિક્ષકો ગ્રામજનો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી વર્ષ 2023 માં ધોરણ 10 માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીના વાલીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો .....
ત્યારબાદ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોના માર્ગદર્શન અને બાળકો દ્વારા તૈયાર કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો જેનો વિષય હતો ભારત દેશ ની ભાતીગળ સંસ્કૃતિ અને લોક નૃત્યો ની ઝાંખી કરાવતો અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ની ઉજવણી ના ભાગ રૂપે પ્રાથના ,સ્વાગત, સહિત કચ્છી રાસ ,ઉત્તરાખંડ લોક નૃત્ય,રાજસ્થાની લોક નૃત્ય, મરાઠી નૃત્ય,આદિવાસી સંસ્કૃતિ લોક નૃત્ય જેવા વિવિધ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા
જેમાં શાળા ના આચાર્ય શ્રી શિક્ષકો, ગામના સરપંચ શ્રી ગામ આગેવાન શ્રીઓ ગ્રાહક સુરક્ષા પ્રમુખ દાંતા વિપુલભાઈ ગુર્જર
શાળા ના વિદ્યાર્થી ના વાલીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો
સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક શાળાના આચાર્યશ્રી તેમજ તમામ શૈક્ષણિક સ્ટાફ બિન શૈક્ષણિક સ્ટાફ જોડે રહી શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમનું સફળ આયોજન સંચાલન કરવામાં આવ્યું હતું
અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.