ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ - At This Time

ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ


ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમને ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)ની બોટલો, રોકડ રકમ, મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સહિત કુલ કિં.રૂ.૩,૮૦,૭૮૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

આજરોજ તા.૦૪/૧૧/૨૦૨૨ ના શરૂ ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, એક સીલ્વર કલરની ફોર વ્હીલ કાર રજી નં.GJ-05-JB-2828 માં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી, ડુંગરપરડા જીંજકા રોડ તરફથી આવે છે, તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમ ડુંગર, માંડળ ગામ જવાના રસ્તે, રેલ્વે ફાટક પાસે વોચમાં રહી બે ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, રોકડ રકમ, મોબાઈલ ફોન તથા ફોર વ્હીલ કાર સાથે ઝડપી લઈ પકડાયેલ ઇસમો તથા મુદ્દામાલ ડુંગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપીઃ
(૧) મુકેશ જેરામભાઇ જાદવ, ઉ.વ.૩૪, રહે.સુરત, વેલંજા ૨૭ રાજકમલ રેસીડેન્સી, આનંદ વાટીકાની પાસે મુળ રહે.જાખીયા, તા.ગીરગઢડા, જિ.ગીરસોમનાથ.
(૨) આકાશ મનમોહનભાઇ નાયક, ઉં.વ.૨૮, રહે.સુરત, કેનાલ રોડ, પ્લોટ નં.૧, પર્વત પાટીયા, મુળ રહે.રમકી તળાવ, તા.નિઝર, જિ. તાપી.

→ પકડાયેલ મુદ્દામાલઃ
ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની ૭૫૦ M.Lની કુલ બોટલ નંગ-૨૪ કિ.રૂ.૧૭,૨૮૦/- તથા મોબાઇલ ફોન નંગ ૩ કિ.રૂ. ૨૩,૫૦૦/- તથા સ્કોડા કંપનીની ફોર વ્હીલ કાર રજી.નંબર GJ-05-JB-2828 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૪૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૩,૮૦,૭૮૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ. પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon