સંતરોડ ગામમાં શિવાલય હર હર મહાદેવ થી ગુંજી ઉઠ્યું.. - At This Time

સંતરોડ ગામમાં શિવાલય હર હર મહાદેવ થી ગુંજી ઉઠ્યું..


દેવાધિદેવ મહાદેવની આરાધના મોટામાં મોટો પર્વ એટલે મહાશિવરાત્રી શિવરાત્રીના પાવન અવસરે સંતરોડ ગામ સહિત આસપાસના શિવભક્તો ઉમટી પડ્યા છે આ સાથે બમ બમ ભોલેનાથથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે શિવજીની પૂજા અર્ચના સહિત આરાધના કરી લોકોએ ધન્યતા અનુભવી છે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સંતરોડ ગામના શિવાલય મા મેળા જેવો માહોલ જોવા મળ્યો છે તેમજ દેવાધિદેવ મહાદેવની પાલખી મા શોભાયાત્રા નિકળી સંતરોડ ગામ સહિત શિવરાત્રીના પવન અવસરે શિવાલય માં મોટી સંખ્યા દર્શન માટે ઉમટી પડ્યા છે વેલી સવારથી જ મંદિરમાં શિવલિંગ પર અભિષેક કરવા માંટે લાંબી કટારો જોવા મળે છે ભાવિકોએ શિવલંગ પર દૂધ અભિષેક બિલીપત્ર ચડાવી સહિત પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે શિવરાત્રીના પાવન અવસરે ઉપાસના કરીને શિવજીને રીઝવવા નો પ્રયાસ કર્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image