ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકામાં કોડીનાર-સોમનાથ વેરાવળ હાઇવે ઉપર એક બેફામ ટ્રકએ અંબુજા ફેક્ટરીનાં બાજુનાં ફાટક પાસે એક સ્કૂલ રિક્ષાને આ ટ્રકએ હડફેટે લેતાં એક વિદ્યાર્થીનીનું ઘટનાં સ્થળે મોત થયું હતું ત્યારે શિક્ષણ જગતમાં વાલીઓમાં રોષ ભભુકી ઉઠ્યો લોકોમાં આક્રોશ બેદરકાર ટ્રક ચાલકની ધરપકડ કરવા કરી માંઞ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/r4zhzsz2ifikrlwh/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકામાં કોડીનાર-સોમનાથ વેરાવળ હાઇવે ઉપર એક બેફામ ટ્રકએ અંબુજા ફેક્ટરીનાં બાજુનાં ફાટક પાસે એક સ્કૂલ રિક્ષાને આ ટ્રકએ હડફેટે લેતાં એક વિદ્યાર્થીનીનું ઘટનાં સ્થળે મોત થયું હતું ત્યારે શિક્ષણ જગતમાં વાલીઓમાં રોષ ભભુકી ઉઠ્યો લોકોમાં આક્રોશ બેદરકાર ટ્રક ચાલકની ધરપકડ કરવા કરી માંઞ


તા:21 ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં કોડીનાર-સોમનાથ-વેરાવળ હાઇવે ઉપર અંબુજા ફેક્ટરીનાં ફાટકની બાજુમાં એક બેફામ પુર ઝડપે ટ્રક ચાલકે એક સ્કૂલ રીક્ષાને હડફેટે લેતાં જેમનાં સી.સી.સી.ટીવી ફૂટેજ સામે આવતાં રિક્ષામાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ રીક્ષા સાથે તમામ વિદ્યાર્થીઓ રોડ ઉપર પટકાયાં હતાં જેમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયાં હતાં જેમની જાણ તાત્કાલિક આજુબાજુ વાળા લોકોને થઈ જતાં લોકો નાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતાં જેમાં માનવતાની દ્રષ્ટિએ લોકો ભેગા થઈ જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં તેમાં એક વિદ્યાર્થીનીનું કમકમાટી ભર્યું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારે ત્યાંનું વાતાવરણ થોડીવાર ગમગીની થઈ ગયું હતું જેમાં વાલીઓમાં અને શિક્ષણ જગતમાં રોષની લાગણી પ્રસરી હતી

ત્યારબાદ પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી જતાં જેમનાં સી.સી.સી.ટી.વી ફુટેજ સામે આવતાં આ ટ્રક ચાલકની ઘોર બેદરકારી પણ સામે આવી હતી જેમાં ટ્રક ચાલકએ રીક્ષાને રોડ ઉપર ફંગોળીને ફેંકી દીધી હતી જેમાં અનેક વિદ્યાર્થીઓ રોડ ઉપર પટકાયાં હતાં જેમાં રિક્ષાએ ટર્ન લીધો હતો ત્યારે રોંગ સાઈડમાં આવેલ બેફામ આવેલ ટ્રક ચાલક બેરોકેટ ટ્રક ચલાવતો હતો અને રીક્ષાને હડફેટે લેતાં રીક્ષાને રોડ ઉપર ફંગોળીને ફેંકી દીધી હતી જેમાં અનેક વિદ્યાર્થીઓ રોડ ઉપર પટકાયાં હતાં આ તમામ ઘાયલ વિધાર્થીઓઅને ખાનઞી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જેમાં એક વિધાર્થીનું ઘટનાં સ્થળે જ મોત થયું હતું જેમનું નામ હરિતાબેન મહેન્દ્રભાઈ બારડ ઉંમર 15 વર્ષ જેમની પોલીસે તપાસ હાથ ધરી છે અને ટ્રક ચાલક ડ્રાઇવરની શોધખોળ ચાલું કરી છે અને પોલિસએ તપાસ હાથ ધરી છે

ત્યારબાદ આ રુંવાડા કંપાવે એવી ઘટનાં બહાર આવી છે જેમાં ત્રણ બાળકોને રોંગ સાઈડમાં રિક્ષામાંથી રોડ ફેંકી દીધાં હતાં ત્યારે આ તમામ બાળકોનો આબાદ બચાવ થયો હતો જેમાં રિક્ષા ચાલક અને આ તમાંમ બાળકોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જેમનાં નામ હિતાર્થ બારડ કીષુબેન અમરેલીયા રુદ્ર બારડ આયુષીબેન ડોડીયા અવિકાબેન મિના આર્વિબેન ઞોહિલ આર્યાબેન ડોડીયા નવ્યાબેન ચૌધરી વેદાંશુ ચાવડા તેમજ રિક્ષા ચાલક વાલજીભાઈ રાઠોડ સામેલ હતાં આ તમામ ઘાયલ વિદ્યાર્થીઓ અને રીક્ષા ચાલક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે બેફામ ટ્રક ચાલક પોતાનાં ટ્રકને 10 કિ.મી પડતો મૂકીને ફરાર થઈ ગયો હતો જેમની તપાસ પોલીસે હાથ ધરી છે અને ટ્રક ચાલક વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી વાલી જઞત શિક્ષણ જગત અને લોકોએ માંગ કરી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]