રાજ્યકક્ષાનાં કેન્દ્રીયમંત્રી અને ભાવનગરનાં સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયાએ જિલ્લાનાં પદાધિકારી અને અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી - At This Time

રાજ્યકક્ષાનાં કેન્દ્રીયમંત્રી અને ભાવનગરનાં સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયાએ જિલ્લાનાં પદાધિકારી અને અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી


રાજ્યકક્ષાનાં કેન્દ્રીયમંત્રી અને ભાવનગરનાં સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયાએ જિલ્લાનાં પદાધિકારી અને અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી

નિયુક્તિ બાદ પ્રથમવાર જિલ્લાની મુલાકાતે, જિલ્લાની વિવિધ પરિસ્થિતિની સમીક્ષા કરી

જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ રસ્તાનાં નિર્માણકાર્ય, પાણી પુરવઠા, વીજપુરવઠો, સિંચાઇ, આરોગ્ય સહિતનાં મુદ્દાઓ અંગે માહિતી આપી

કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ ભાવનગરનાં સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયાએ  ભાવનગરમાં સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી હતી.

મંત્રીએ જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠકમાં ભાવનગર જિલ્લામાં ચાલી રહેલા પ્રગતિના કામો અને વિવિધ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

જિલ્લા કલેકટર આર. કે. મહેતા એ જિલ્લામાં ચાલી રહેલાં રસ્તાનાં નિર્માણકાર્ય, પાણી પુરવઠા, વીજપુરવઠો, સિંચાઇ, આરોગ્ય સહિતના મુદ્દાઓ પર મંત્રીશ્રીને માહિતી પૂરી પાડી હતી.

મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ અધિકારીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ ૨૦૪૭ વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવાનાં વિઝન સાથે એ દિશામાં દરેક વિભાગોએ પરસ્પર સંકલન સાધીને કામગીરી કરવા જણાવ્યું હતું. વિકાસના કામો સમયસર પૂરા થાય એ રીતે સમયાંતરે ગુણાત્મક મોનીટરીંગ કરવા પણ જણાવ્યું હતું.

આ તકે મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન રાજુભાઈ રાબડીયા, મ્યુનિસિપલ કમિશનર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધીક્ષક ડો. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજવર, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, આગેવાન અભયભાઈ ચૌહાણ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.