જસદણમાં જીલેશ્વરપાર્ક ગાર્ડન નજીક છેલ્લા 15 દિવસથી ગટરની કુંડીનું ઢાંકણું જ નથી, રહીશોએ સાવધાની માટે કુંડી ફરતે પથ્થરો ગોઠવ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/r4n76hgabcdtz9ux/" left="-10"]

જસદણમાં જીલેશ્વરપાર્ક ગાર્ડન નજીક છેલ્લા 15 દિવસથી ગટરની કુંડીનું ઢાંકણું જ નથી, રહીશોએ સાવધાની માટે કુંડી ફરતે પથ્થરો ગોઠવ્યા


જસદણમાં જીલેશ્વરપાર્ક ગાર્ડન નજીક છેલ્લા 15 દિવસથી ગટરની કુંડીનું ઢાંકણું જ નથી, રહીશોએ સાવધાની માટે કુંડી ફરતે પથ્થરો ગોઠવ્યા.
- જ્યાં આ કુંડી છે તેની નજીકથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે છતાં તંત્રને કોઈ ફરક પડતો નથી.

જસદણમાં ચોટીલા રોડ પર આવેલ જીલેશ્વરપાર્ક ગાર્ડન નજીક છેલ્લા 15 દિવસથી ગટરની કુંડીનું ઢાંકણું જ નથી. છતાં જસદણ નગરપાલિકા તંત્રને આ ગટરની કુંડીનું ઢાંકણું નાખવાનો સમય મળતો ન હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. આ કુંડી જસદણ-ચોટીલા હાઈવે રોડ પર આવેલી હોવાથી દરરોજ અહીંથી હજારો નાનામોટા વાહનોની અવરજવર રહે છે. છતાં જસદણ નગરપાલિકા તંત્રને જાણે કે કોઈ ફરક પડતો ન હોય તેવા ઘાટ જોવા મળતા સ્થાનિકોએ ગટરની કુંડી ફરતે પથ્થરો ગોઠવી ચાલકોને સાવધ કરતા તંત્રની બેદરકારી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે આ કુંડી કોઈ નિર્દોષ વ્યક્તિનો અકસ્માતે ભોગ લે તે પૂર્વે જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા કુંડીને તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી વિસ્તારવાસીઓની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]