*તલોદ તાલુકાના ગોરા ગામના આશાસ્પદ યુવક જયેશ ચૌધરીનું લંડનમાં હાર્ટ એટેકથી મોત, પરિવાર શોક મગ્ન*
*તલોદ તાલુકાના ગોરા ગામના આશાસ્પદ યુવક જયેશ ચૌધરીનું લંડનમાં હાર્ટ એટેકથી મોત, પરિવાર શોક મગ્ન*
*રિપોર્ટ-તૃષારકુમાર જોષી દ્વારા, તલોદ.સાબરકાંઠા*
વિદેશમાં વસતા ગુજરાતી યુવકો પર જાણે ગ્રહણ લાગ્યું છે.છેલ્લા કેટલાય સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે. ત્યારે વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકનું મોત નીપજ્યું છે.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ગોરા ગામના આશાસ્પદ યુવકનું લંડનમાં હાર્ટ એટેકથી મોત થયું હતું.. પ્રાપ્ત માહિતી અનુસાર,ગોરા ગામના વતની જયેશકુમાર કનુભાઈ પટેલ (ચૌધરી) નું 7 ઓક્ટોબરે લંડનમાં રાત્રે 11 વાગ્યે ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવતા મોત થયું હતું.. જયેશ ચૌધરીને હાર્ટ એટેક આવતા ત્યાં જ ઢળી પડ્યો હતો. જયેશને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયાનું તારણ બહાર આવ્યું હતું. જયેશ ચૌધરી લંડનના હેરો શહેરમાં રહેતો હતો..જ્યારે કોલીન્ડેલ શહેરના અડવર્ડ રોડ પર આવેલા પુક્કા પીઝા સેન્ટરમાં કામ કરતો હતો..જયેશ ચૌધરી છેલ્લા દોઢ વર્ષથી અભ્યાસ તેમજ ધંધાર્થે લંડન ગયો હતો.
પોતાના વ્હાલા સોયા પુત્રના મોતના સમાચાર મળતા જ ચૌધરી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.સાથે જ સમગ્ર ગોરા ગામ તેમજ અખિલ આંજણા 42 ગોળ ચૌધરી સમાજમાં ગેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી..
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.