હિંમતનગર તાલુકાના ડેમાઈ ગામ પાસે અકસ્માત સર્જાય જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અન્ય ત્રણને બીજાઓ પહોંચતા હિંમતનગર ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા - At This Time

હિંમતનગર તાલુકાના ડેમાઈ ગામ પાસે અકસ્માત સર્જાય જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અન્ય ત્રણને બીજાઓ પહોંચતા હિંમતનગર ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા


હિંમતનગર તાલુકાના કણોદરી ગામના વતની મુસ્કાન બેન યાકુબભાઈ મેમણ જેવો ન્યૂરો પ્લસ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા
મુસ્કાન બેન પોતાના ઘરેથી પોતાનું splendor બાઇક લઇને હિંમતનગર ન્યુરો પ્લસ હોસ્પિટલમાં જોબ ઉપર જઈ રહ્યા હતા ત્યારે ડેમય પાટીયા જોડે પૂરપાટ ઝડપે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે બે બાઈકોને અડફેટમાં લેતા મુસ્કાન બેન ને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગો એ ઈજાઓ થતા ગંભીર હાલતમાં ન્યુરો પ્લસ હોસ્પિટલમાં લવાતા ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવેલ જેથી મુસ્કાન બેનના સગા સંબંધીઓ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પોલીસ પણ હાજર રહી હતી

તથા અન્ય એક બાઈક પર ત્રણ સવારી ને પણ એ જ ગાડી દ્વારા ફંગોડાઈ જતા ત્રણ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ન્યૂરો પ્લસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે જેઓની હાલત હાલ સુધારા ઉપર છે..

રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image