કચ્છના ગાંધીધામમાં આવેલ આવેલ આદર્શ મહા વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ માટે રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટની શૈક્ષણિક મુલાકાત યોજાઈ - At This Time

કચ્છના ગાંધીધામમાં આવેલ આવેલ આદર્શ મહા વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ માટે રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટની શૈક્ષણિક મુલાકાત યોજાઈ


કચ્છના ગાંધીધામમાં તારીખ:- 5/12/2024 ગુરુવારના રોજ ગાંધીધામમાં આવેલ આદર્શ મહા વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ માટે રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટની શૈક્ષણિક મુલાકાત યોજાઈ.
આ મુલાકાત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગરના નેજા હેઠળ કચ્છમિત્ર લોક વિજ્ઞાન કેન્દ્રનાં સહયોગથી કરવામાં આવી હતી.
આ શૈક્ષણિક મુલાકાત માટે શાળાનાં 46 વિદ્યાર્થી અને 4 શિક્ષકો જોડાયા હતા.
સાયન્સ સીટીમાં બાળકોએ અલગ અલગ ગેલેરીઓની મુલાકાત લીધી. નેનો ટેકનોલોજી, દ કર્નોલોજી ઓફ યુનિવર્સલ ઇન્ફોર્મેશન, રોબોટિક ગેલેરી, મેથ્સ ઇન્ફોર્મેશન એન્ડ ટ્રીક્સ, કેમેસ્ટ્રી ઇન્ફોર્મેશન વગેરે ગેલેરીઓ આકર્ષણનું કેન્દ્ર રહી.
આ શૈક્ષણિક મુલાકાત માટે ડૉ. એસ. એલ. સોલંકી આચાર્ય આદર્શ મહા વિદ્યાલય, મુકેશ જી. મગનાણી, આચાર્ય, આદર્શ પ્રાથમિક શાળા અને શાળા પ્રવાસ ઇન્ચાર્જ નિકીતા જ્ઞાનચંદાણી તથા અશોક મોરયાણી, જગદીશ પ્રજાપતિ, મીનાક્ષી તલપિયા અને સૌ શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી.
આ શૈક્ષણિક મુલાકાત માટેની મંજૂરી આપવાની સાથે અને માર્ગદર્શન પૂરું પાડનાર અશોક દરિયાણી, ઉપ પ્રમુખ, ગાંધીધામ મૈત્રી મંડળ આદિપુર અને આદરણીય સંજય પરમાર સાહેબ, જીલ્લા શિક્ષણાધિકારીશ્રી, જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી કચ્છનો ઉત્તમ સહકાર મળ્યો હતો.
આ સુંદર અને સફળ શૈક્ષણિક પ્રવાસ ગુજરાત કાઉન્સિલ ઓન સાઇન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર તથા કચ્છમિત્ર લોક વિજ્ઞાન કેન્દ્ર ભુજ સંસ્થાના પ્રમુખ ડો.જે. જે. રાવલ તથા કો - ઓર્ડીનેટર પ્રવીણભાઈ મહેશ્વરીનાં સહયોગ અને માર્ગદર્શનથી શક્ય બન્યું.


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image