સુરત શહેર પાંડેસરા સ્ટેશનમાં દાખલ થયેલ વિશ્વાસઘાતનાં ગુન્હામાં - At This Time

સુરત શહેર પાંડેસરા સ્ટેશનમાં દાખલ થયેલ વિશ્વાસઘાતનાં ગુન્હામાં


નાસતાં-ફરતાં આરોપીનેઝડપી પાડતી

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ કાઇમ બ્રાન્ચનાં 1પો.ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસોને નાસતા-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ,

ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો મોટા ખુંટવડા પો સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન સંયુકત બાતમીરાહે મળેલ કે સુરત શહેર પાંડેસરા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૫૨૩૦૪૫૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૦૯,૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી દાનાભાઇ વાજસુરભાઇ ભેંમર રહે.બીલા ગામ, ઠે.પ્લોટ વિસ્તાર, તા. મહુવા જી.ભાવનગરવાળો સફેદ કલરનો ઉભી લાઇનીંગવાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરીને બીલા ગામના બસ સ્ટેન્ડમાં ઉભેલ છે. હકિકત આધારે કે બીલા ગામના બસ સ્ટેન્ડ ખાતેથી નીચે મુજબનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને હસ્તગત કરી મોટા ખુંટવડા પો.સ્ટે. ખાતે સોંપી સુરત શહેર પાંડેસરા પો.સ્ટે.માં જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.

નાસતાં-ફરતાં આરોપી.

દાનાભાઇ વાજસુરભાઇ ભંમર રહે.બીલા ગામ, ઠે.પ્લોટ વિસ્તાર, તા.મહુવા જી.ભાવનગર નાસતાં-ફરતાં આરોપીને પકડવામાં આવેલ ગુન્હો--

સુરત શહેર પાંડેસરા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૫૨૩૦૪૫૮/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૦૯,૧૧૪ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ-

Cપો.ઇન્સ. શ્રી બી.એચ.શીગરખીયા શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં હેડ કોન્સ સી.જે.સરવૈયા, પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા પો.કોન્સ મહેન્દ્રસિંહ રૂપસિંહ

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.