દેશમાં બેંક કૌભાંડો રોકવા માટે RBI એક્શન મોડમાં, હવે બ્લોકચેઇન પ્રોજેક્ટ માટે કરી ભાગીદારી - At This Time

દેશમાં બેંક કૌભાંડો રોકવા માટે RBI એક્શન મોડમાં, હવે બ્લોકચેઇન પ્રોજેક્ટ માટે કરી ભાગીદારી


ભારતમાં એક તરફ બેંકોની એનપીએને નિયંત્રિત કરવા માટે અનેક પ્રયાસ થઇ રહ્યા છે તો બીજી તરફ દેશમાં અનેક બેંક કૌભાંડોની જાણે કે હારમાળા સર્જાઇ હોય તેવું લાગી રહ્યું છે. આ વચ્ચે હવે આ પ્રકારના બેંક કૌભાંડ રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્શન મોડમાં છે. આ જ દિશામાં હવે RBI પોતાની કોર બેન્કિંગ સિસ્ટમમાં બ્લોકચેઇન ટેક્નોલોજીને એકીકૃત કરવા માટે ટોચની ભારતીય બેંકો સાથે ભાગીદારી કરવાની યોજના બનાવી રહી છે. RBI વેપાર ધિરાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે બ્લોકચેઇન પ્રોજેક્ટના પ્રૂફ ઓફ કોન્સેપ્ટ બનાવવા માટે ટોચની બેન્કો સાથે સહકારની અપેક્ષા રાખી રહી છે. આ યોજનામાં એચડીએફસી બેંક- આઇસીઆઇસીઆઇ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને સામેલ કરાઇ છે.

આ દરમિયાન ખાસ કરીને ડિજીટલ દસ્તાવેજીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. તેનાથી મહત્વપૂર્ણ રીતે હજારો કરોડોનો બેંક કૌભાંડોને અંકુશમાં રાખી શકાશે. પ્રોજેક્ટમાં ફેરફારોને રોકવા માટે લેટર્સ ઑફ ક્રેડિટ જેવા દસ્તાવેજોના ડિજીટલ વર્ઝનને જારી કરાશે.

અત્યારે સમગ્ર વિશ્વમાં બ્લોકચેઇન પ્લેટફોર્મનો વ્યાપ સતત વધી રહ્યો છે. તેના વિશે વાત કરીએ તો તે એક ઇલેક્ટ્રોનિક ખાતાવહી છે. જેમાં દસ્તાવેજોનો રેકોર્ડ, શેર્સ અને અન્ય માહિતી એકીકૃત કરી શકાય છે. જે કોઇ એક દેશ કે રેગ્યુલેટર સાથે લિંક્ડ હોઇ શકે નહીં. ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇ. જેવી ટેક્નોલોજી માટે કેન્દ્રીય દખલગીરી લઘુત્તમ હોય છે. ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇ.એ બ્લોકચેઇન આધારિત ફાઇ. એપ્લિકેશન છે. બીજી તરફ દેશમાં ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ પણ સતત વધી રહ્યું છે. દેશના અનેક લોકો વધુને વધુ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણને પ્રાધાન્ય આપી રહ્યાં છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon