Dahod na Fake NA Scam Cases: બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદ, બિલ્ડર સહિત 33 આરોપીઓ સામે ગુનો નોંધાયો - At This Time

Dahod na Fake NA Scam Cases: બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદ, બિલ્ડર સહિત 33 આરોપીઓ સામે ગુનો નોંધાયો


એક તરફ દાહોદ શહેરમાં દિવાળીનો માહોલ છે તો બીજી તરફ દિવાળીના કારણે દાહોદમાં ફેક NAનો મામલો ફરી ગરમાયો છે. દાહોદ પ્રાંત અધિકારી અને તેમની સાથેના દાહોદ મામલતદારના રાતોરાત બદલીના આદેશોને કારણે દાહોદ શહેર સહિત જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે, આવા સમયે દાહોદ પ્રાંત અધિકારીએ આદેશો બદલતા પહેલા જ પોતાની સત્તા છોડતા, દાહોદમાં નકલી એન.એ.ના પ્રકરણ સહિત બનાવટી પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા અને આ મામલે દાહોદ સીટી એ ડિવીઝન ખાતે તેમજ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે અન્ય બે સરકારી કર્મચારીઓ પાસેથી કુલ બે ફરિયાદો મળી હતી આ ત્રણ ફરિયાદોમાં પોલીસે એક મહિલા સહિત કુલ 33 વ્યક્તિઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધી સંપૂર્ણ તપાસ શરૂ કરી છે.દાહોદ શહેરમાં ફેક એનએ કૌભાંડની તપાસ બાદ 218 જેટલા સર્વે નંબરો શંકાસ્પદ જણાતા તેની ઝીણવટભરી તપાસ બાદ તમામ કાગળિયા એફઆઇઆર માટે પોલીસને સુપરત કર્યા બાદ ગઈકાલે દાહોદ પ્રાંત અધિકારીએ એનએના બનાવટી હુકમોને પોતે જાણતા હોવા છતાં તેને સાચા તરીકે સીટી સર્વે કચેરી ખાતે ઉપયોગ કરી ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવડાવી સરકારી તિજારીને રૂપિયા 2.86 કરોડ ઉપરાંતની રકમનું નુકસાનપહોંચાડી સરકાર સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરનારા દાહોદના એક મહિલા સહિત 6 જણા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરતા દાહોદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
દાહોદ શહેરમાં ફેક એનએ કૌભાંડ બહાર આવ્યા

બાદ કથિત કૌભાંડની તપાસમાં ભારે વેગ આવતા

અને કેટલાય ચોકાવનારા ખુલાસાઓ થતા મચી

ગયેલા ખળભળાટ વચ્ચે ગઈકાલે સદર કથિત

કૌભાંડની તપાસમાં જાતરાયેલા દાહોદના પ્રાંત

અધિકારી તેમજ દાહોદ મામલતદારની તપાસ

પૂર્ણ થાય તે પહેલા અધવચ્ચે જ બદલી કરી

દેવાતા તંત્રમાં સર્જાયેલી ભારે ઉથલપાથલ વચ્ચે

દાહોદ ના પ્રાંત અધિકારી એનબી રાજપૂતે

દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં દાહોદના

એક મહિલા સહિત છ જણા વિરુદ્ધ નોંધાવેલી

ફરિયાદમાં જણાવાયું છે કે, દાહોદના મોટા

ઘાંચીવાડામાં રહેતા કૈયા યુસુફભાઈ મોહમ્મદ

સફી, કૈયા ઈબ્રાહીમ મોહમ્મદ સફી, કૈયા

સુલેમાન મોહમ્મદ સફી એમ ત્રણેય જણાએ

પોતે તથા અન્ય મળતીયા ઈસમો સાથે ભેગા

મળી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારું

ગુનાહિત કાવતરું રચી તારીખ 12-5-2016

થી તારીખ 04-12-2020 સુધીના સમયગાળા
દરમિયાન 3293 ક્ષેત્રફળ વાળી દાહોદની સીટી સર્વે નંબર-1618 વાળી જમીન બાબતે નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીની કચેરીના હુકમ સીટીએસ/વશી/4742/2016 તારીખ 15-05-2016નો ફોટો બનાવટી હુકમ બનાવી તે હુકમ ખોટો હોવાનું જાણવા છતાં સાચા તરીકે સીટી સર્વે કચેરી ખાતે તેનો ઉપયોગ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવડાવી સરકારને રૂપિયા 2,86,47,450/-જેટલી મોટી રકમનું પ્રીમિયમનું સરકારને આર્થિક નુકસાન પહોંચાડી સરકાર સાથે ઠગાઈ તેમજ વિશ્વાસઘાત કર્યો હતો.

આ જ રીતે દાહોદના ગોધરા રોડ ખાતે આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત કેશવલાલ શાહ, પાર્થ શ્રીકાંત શાહ, તેમજ બીનાબેન શ્રીકાંત શાહ એમ ત્રણેય જણાય પોતે તથા અન્ય મળતીયા ઇસમો સાથે ભેગા મળી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારું ગુનાહિત કાવતરું રચી તારીખ 20-5-2017 તારીખ 14-07-2022
સુધીના સમયગાળા દરમિયાન દાહોદ કસબાની સીટી સર્વે નંબર-1601/1 અને સીટી સર્વે નંબર-1601/અ/6 વાળી જમીન બાબતે ખોટો નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીની કચેરીના હુકમ ક્રમાંક સીટીએસ/વશી/2447-49/17 સવાલ વાળી જમીન/મિલકતમાં અરજદાર પાસેથી રૂપિયા 5000/- પુરા વસુલ લઈને સીટી સર્વે નંબર1601/અ/1 ક્ષેત્રફળ 783.75 ચોરસ મીટર પૈકી 129.3750 ચોરસ મીટર જમીનમાં સૂચિત ભાગ્યોદય કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દાહોદના સભ્ય બીનાબેન શ્રીકાંત શાહ નું નામ દાખલ કરવા બાબતનો હુકમ ખોટો બનાવટી હોવાનું જાણવા છતાં તેનો સાચા તરીકે સીટી સર્વે કચેરી ખાતે ઉપયોગ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવડાવી ઉત્તરોત્તર વેચાણ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડી સરકાર સાથે સગાઈ વિશ્વાસઘાત કર્યો હતો.

બીજી પોલીસ ફરિયાદ બી ડિવીઝન પોલીસ મથકે નોંધાવવા પામી છે જેમાં દાહોદના મન્નાન તાહેર જીનીયા, નલવાયા રતનસિંહ લુણાજી, મોઢિયા મીઠાલાલ માણેકલાલ, સૈફુદ્દીન નોમાન જીરુવાલા, નિલેશકુમાર ગંભીરસિંહ બળદવાળ, સુલેમાન બેલીમ જામદરખા, નજમુદ્દીન અબ્દેઅલી ગાંગરડીવાલા, કાળીયાભાઈની વિધવા દુખલીબેન, રળીયાતીના માવી દિનેશ દિતિયા, નસીરપુરના કતીજા હુમલા કરસના, મંડાવાવ ગામના નલવાયા રાયસીંગ કુંવરાભાઇ, ખરોડ ગામના મોતિયા સુરપાલ નીનામા તથા રામપુરા ગામના બદલીબેન માતરા મુણીયા વગેરે એ તારીખ 13-07-2009 થી તારીખ 28-12-2018 ના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે જિલ્લા પંચાયત કચેરી દાહોદના નામના ફરિયાદમાં કોષ્ટકમાં જણાવ્યા મુજબના સર્વે નંબરના બિનખેતીના હુકમો પોતે તથા અન્ય મળતીયા ઇસમો સાથે ભેગા મળી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારું ગુનાહિત કાવતરું રચી કોષ્ટકમાં જણાવેલ બીનખેતીના/73એએ ના


8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.