પાડણ સરકારી ઉ.મા શાળામાં ધો.12ના વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા સમારંભ યોજાયો. - At This Time

પાડણ સરકારી ઉ.મા શાળામાં ધો.12ના વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા સમારંભ યોજાયો.


સુઈગામ તાલુકાના પાડણ ખાતે આવેલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માં 12 માં ધોરણ ના વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષા 2025 શુભેરછા સમારંભ યોજાયો હતો.
શુભેરછા સમારંભમાં ધોરણ 12 ની દીકરીઓ ની આંખો ભીંજાઈ હતી શાળા ના ગુરુ ને યાદ કરી વિદાય લેતી દીકરીઓ ની આંખમાં આંશુ ઓ ની ધારા વહી હતી અને દીકરીઓ રડી પડી હતી ભાવ વિભોર થઈ ભારે હૈયે શાળા ના શિક્ષકોએ અને આવેલ મહાનુભાવોએ દીકરીઓ ને અને વિદ્યાર્થી ઓને ગુલાબ ના ફૂલો વર્ષાવી વિદાય આપી હતી.. આ કાર્યક્રમ ની શરૂઆત મહાનુભાવો, ગામ ના વડીલો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી..
આ કાર્યક્રમ માં શાળા ના આચાર્ય નરેન્દ્રભાઈ. એસ. ખરાડી, શિક્ષક દેવજીભાઈ લગધીર ભાઈ ચૌધરી બન્ને શિક્ષકો એ વિદ્યાર્થી ઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તેવી શુભેચ્છા ઓ પાઠવી હતી અને વિદ્યાર્થી ઓને આશીર્વાદ આપ્યા હતા, લોકનિકેતન વિનય મંદિર ના આચાર્ય અશ્વિનભાઇ રેવડ, હરજીભાઇ રાજપૂત, નિવૃત શિક્ષક કરસન ભાઈ પ્રજાપતિ,પાડણ પોસ્ટ માસ્ટર વાલા ભાઈ વેંઝીયા, દેવુસિંહ મઘજી ચૌહાણ, શંકર ભાઈ ઠાકોર પાડણ આરોગ્ય કર્મી અભા ભાઈ રાઠોડ સહીત આગેવાનો, વડીલો, મહાનુભાવો, પાડણ ગ્રામ્યજનો, વાલીઓ મોટી સંખ્યા માં હાજર રહી વિદ્યાર્થી ઓ ને શુભેચ્છા ઓ પાઠવી હતી અને નિવૃત શિક્ષક કરસનભાઈ પ્રજાપતિ એ દીકરીઓને ઇનામ સ્વરૂપે દરેક ને સો-સો રૂપિયા ભેટ માં આપ્યા હતા.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image