ખેલ મહાકુંભ 3.0 માં ભાગ લેવા માંગતા જિલ્લાના ખેલાડીઓ તા.૨૫ મી ડિસેમ્બર સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી લે
પંચમહાલ,
રવિવાર :-રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓનો વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ “રમશે ગુજરાત, જીતશે ગુજરાત”ના અભિગમ સાથે ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ૩.૦ યોજાનાર છે. જેમાં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓએ ફરજીયાત ખેલ મહાકુંભની વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in/ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
ખેલ મહાકુંભમાં ભાગ લેવા માંગતા પંચમહાલ જિલ્લાના ખેલાડીઓ તા.૨૫/૧૨/૨૦૨૪ સાંજના ૦૬-૦૦ કલાક સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લે અને વધુ માહિતી કે સહાયતા માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, કનેલાવ, ગોધરાનો સંપર્ક કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ખેલ મહાકુંભ 3.0 માં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા,જિલ્લા/મહાનગર પાલિકા કક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શાળાકક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ની વયજુથમાં ખેલ મહાકુંભની એથ્લેટીકસની રમતમાં તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. કોઇપણ ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઇ શકશે નહી.
તેમજ આ સ્પર્ધામાં અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ ફરજીયાત જે તે શાળામાંથી, જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે. તેમજ અભ્યાસ ન કરતાં હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વયજુથમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.