શહેરાનગર પાલિકા વિસ્તારમાં આવેલ પાલીખંડા ગામે આવેલું તળાવ કેટલાય વર્ષોથી તળાવ ખાલી ખમ જંગલ સ્વરૂપ ધારણ કર્યું - At This Time

શહેરાનગર પાલિકા વિસ્તારમાં આવેલ પાલીખંડા ગામે આવેલું તળાવ કેટલાય વર્ષોથી તળાવ ખાલી ખમ જંગલ સ્વરૂપ ધારણ કર્યું


શહેરા

પશુપંખીઓને પણ તરસ છીપાવા માટે આમતેમ ભટકવાનો વારો

પાનમ હાઈલેવલનું ખોદકામ કરતાં આંદાજીત ૧૦ વર્ષ અગાઉ થી આ તળાવની દુર્દશા જોવા મળી રહી છે

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાઓમાં ગ્રામીણ વિસ્તારોના કેટલાક તળાવો ઉનાળા પહેલા જ ખાલીખમ જોવા મળી રહ્યા છે.જેના કારણે આસપાસના પાણીના જળસ્ત્રોતો પણ પાણીનું સ્તર ઘટી ગયું છે,આ તળાવોમા પાણી ન હોવાને કારણે ખાસ કરીને પશુપંખીઓને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.પાણી શોધવા માટે આમતેમ ભટકવુ પડે છે.જ્યારે શહેરા નગરમાં આવેલ પાલીખંડા ગામનું તળાવ ખેડૂતોની જીવા દોરી ગણાતું જે પાનમ હાઈલેવલ કેનાલ આવતા ની સાથે વરસાદી પાણી ચારથી પાંચ ગામો જેવાકે લાભી, વાંટાવછોડા, હોસેલાવ, પાલીખંડા જેવા ગામોમાંથી વરસાદી પાણી આવી એકઠું થઈ રહેતું હતું જે પાણીનો આવરો પાનમ હાઈલેવલ કેનાલ આવતા પાણી બધું કેનાલમાં વહી જતા તળાવ ખાલીને ખલીજ રહી જતા તળાવમાં ઉગી નીકળેલ કાંટાળી વનસ્પતી મોટા મોટા વૃક્ષો થઈ ગયા છે જેને લાઈને જવાબદાર તંત્ર ની બેદરકારી જોવા મળી રહી છે લાખો રૂપિયાનો આવરા માટે પૂલ નાળું બનાવવામાં તો આવ્યું માત્ર દેખાવ પૂરતું અંગત સ્વાર્થ કોઈ કારણો સર નીક નહી આપતા વરસાદી પાણી બધું કેનાલમાં વહી જતું હોય છે જેથી બધું પાણી વહી જતું હોય છે જ્યારે આહિયા જવાબદાર તંત્ર આખો પર પટા દઈને તંત્ર ધોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે સરકાર દ્વારા જળ સંચય પ્રોજેકટ માટે જળ પાણી બચાવ અભિયાન અંર્તગત કરોડો રૂપિયાના ખર્ચ કરે છે છતાંય પાલીખંડા ગામે આવેલ તળાવની દુર્દશા આશરે ૧૦ વર્ષ ઉપરાંત થી આવી પરસ્થિતિ પાણી વિહોણું તળાવ જોવા મળી રહ્યું છે ગામના કે કોઈ જવાબદાર તંત્ર ને પડેલી ન હોય તેવું આ તળાવ પરથી ગામમાં દેખાઈ રહ્યું છે ? તળાવનું માપ દંડ કાઠી ને સાફ સફાઈ કરી સરખું કરવામાં આવે તેવી લોક માગણીઓ ઉઠવા પામી છે મુગા પશુ પક્ષીઓ ને ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારની પાણી માટે વલખા ના મારવા પડે

જ્યા પાણીની વ્યવસ્થા નથી ત્યા ખેડુતો પણ શિયાળુ ઉનાળામા ખેતીકામ કરવાનુ ટાળી રહ્યા છે.પંચમહાલ જીલ્લામા હવે શિયાળાની ઋતું ધીમેધીમે વિદાય લઈ રહી છે.અને ઉનાળાની શરુઆત થઈ ગઈ છે.સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થાય છે. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમા આવેલા કેટલાક તળાવો સુકાઈ જવાથી ખાલીખમ ભાસી રહ્યા છે.તળાવો સુકાઈ જવાને કારણે પોતાની તરસ છીંપાવા માટે મુંગાપશુપંખીઓને પણ આમતેમ ભટકવાનો વારો આવી રહ્યો છે. તાલુકા ગ્રામીણ વિસ્તારોમાં ઘણા એવા તળાવો આવેલા છે.ખાસ કરીને મોટા તળાવોમાં પાણી વધારે હોવાથી ત્યા કોઈ સમસ્યા ઉદભવે તેમ નથી.બીજીબાજુ વરસાદ ઓછો પડવાથી પણ આ પરિસ્થીતી ઉદભવી છે તેમ કહી શકાય.તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદ સારો પડવાને કારણે તળાવો ભરેલા જોવા મળી રહ્યા છે,તો અમુક વિસ્તારોમા વરસાદ ઓછી માત્રામા પડ્યો હોવાને કારણે એ વિસ્તારમા આવેલા તળાવો ખાલીખમ ભાસી રહ્યા છે,તળાવો ખાલી થવાને કારણે આસપાસના વિસ્તારોમા આવેલા કુવાઓ અને તળાવોમા પણ પાણીના તળ નીચા જોવા મળી રહ્યા છે.પાણી ઓછુ થઈ જવાને કારણે પશુપંખીઓને હાલમા તળાવોમા જે ખાડાઓમા પાણી બચ્યુ છે,તેમાથી પાણી પીવાનો વારો આવી રહ્યો છે આમ શહેરા તાલુકામા આવેલા કેટલાક તળાવોમાં પાણી સુકાઈ જતા પશુ પાલકો એક ચિંતાનો વિષય બની જવા પામ્યો છે

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon