મણીબહેનની દિલેરી અને દાતારીને સો સો સલામ
મણીબહેનની દિલેરી અને દાતારીને સો સો સલામ 🙏🏻🙏🏻
આ મણીબેન મોહનલાલ રાણા છે તેમના પતિ અવસાન પામ્યા છે, એમના પતિ ભેળની રેંકડી ચલાવતા હતા, પતિના અવસાન બાદ પોતે શિતલા ચોક પોરબંદર ખાતે નાનકળા ઘરમાં રહી પોતાના ગુજરાન માટે પતંગ બનાવીને વેચે છે તથા કેટરિંગમાં કામે જાય છે. આ મણીબહેને પોતાની જિંદગીના 50 વર્ષમાં બાર લાખ સિત્તેર હજાર રૂપિયા કમાણી કરીને બચાવ્યા હતા.
આજે આ મણીબહેને પોતાના ઘર ખર્ચ માટે માત્ર 70 હજાર રાખીને બાકીના 12 લાખ રૂપિયા પોરબંદર સ્મશાનમાં દાનમાં આપી દીધા.
મણીબહેને સ્મશાન ખાતે 12 લાખ દાનમાં આપતા સમયે કહ્યું કે છેલ્લે સૌને અહીં જ આવવાનું છે અને કોઈ કઈ સાથે લઈ જવાના નથી આથી પોરબંદરમાંથી કમાયેલા રૂપિયા પોરબંદરને પરત આપું છું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.