ઢોલ નગારા સાથે જાન જોડી સૂટ-બૂટમાં સજ્જ વરરાજા પહોંચ્યા લગ્નનાં નહીં પરંતુ “અવસર”નાં આંગણે - At This Time

ઢોલ નગારા સાથે જાન જોડી સૂટ-બૂટમાં સજ્જ વરરાજા પહોંચ્યા લગ્નનાં નહીં પરંતુ “અવસર”નાં આંગણે


લગ્નની વિધીનાં સમયમાં ફેરફાર કરી લોકશાહીનાં ઉત્સવમાં સામેલ થઇ વરરાજા તેમજ તેમનાં પરિવારજનોએ કર્યું મતદાન

ગઢડા 106 વિધાનસભાના ઢસા ગામે ઢોલ નગારા સાથે જાન જોડી વરરાજા લગ્નનાં નહીં પરંતુ “અવસર”નાં આંગણે મતદાન કરવા પહોંચ્યા હતાં. લગ્નની વિધીનાં સમયમાં ફેરફાર કરી લોકશાહીનાં ઉત્સવમાં સામેલ થઇ વરરાજા તેમજ તેમનાં પરિવારજનોએ મતદાન કરી પોતાની નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. જાન જોડી પરિવાર સાથે મતદાન કરવા પહોંચેલાં ઢસાનાં સંજય પઢારીયા મતદાન મથક ખાતે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon