સુઈગામ સિવિલ કોર્ટ ખાતે ઈ સેવા કેન્દ્રનું ઉદ્દઘાટન ન્યાયાધીશ ગૌરવ શર્માના હસ્તે કરાયું. - At This Time

સુઈગામ સિવિલ કોર્ટ ખાતે ઈ સેવા કેન્દ્રનું ઉદ્દઘાટન ન્યાયાધીશ ગૌરવ શર્માના હસ્તે કરાયું.


સૂઇગામ ખાતે આવેલ સિવિલ કોર્ટના સંકુલમાં આજરોજ ન્યાયાધીશ ગૌરવ શર્માના હસ્તે રીબીન કાપી ઈ સેવા કેન્દ્રનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું,જેમાં સૂઇગામ બાર એસોસિએશનના પ્રમુખ કે.પી ગઢવી, ઉપપ્રમુખ વિપુલભાઈ.વાય.ઓઝા, વકીલ કે.કે.પરમાર, અમૃત ભાટીયા, સી.એમ.જોષી, એસ.એમ .મણવર,માનવરાજ પારેગી, વિક્રમ પ્રજાપતિ રાજુભાઇ માળી સહતના વકીલો તથા કોર્ટ સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા.
ઈ-સેવા કેન્દ્રમાં પ્રાપ્ત કરી શકાતી સેવાઓ જેવી કે ઈમેલ માય કેસ સ્ટેટસ (EMCS) મારફત ગુજરાતની હાઇકોર્ટ અને જિલ્લા/તાલુકા અદાલતોના તમામ કેસનું હાલનું કેસ સ્ટેટ્સ અને આગામી સ્થિતિ. કેસ સ્ટેટ્સ સુનાવણીની આગામી તારીખ અને અન્ય વિગતો વિશે પૂછપરછ.પિટિશન્સનું ઈ-ફાઈલિંગ, જેમાં પિટિશન્સની હાર્ડકોપીને સ્કેન કરવાથી શરુ કરી, ઈ-સિગ્નેચર કરવી, તેને CIS પર અપલોડ કરવી અને ફાઈલિંગ નંબર જનરેટ કરવાનો સમાવેશ. ઈ-સ્ટેમ્પ પેપર્સ/ઈપેમેન્ટ્સની ઓનલાઇન ખરીદીમાં અરજદારોને ટેકનીકલ સહાય.એન્ડ્રોઈડ અને IOS માટે eCourts ની મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટેનો પ્રચાર અને સહાયતા.રજા પરના માનનીય ન્યાયાધીશો અંગેની પૂછપરછ.જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, હાઈર્કોર્ટ કાનુની સેવા સમિતિ અને સુપ્રીમ કોર્ટ કાનૂની સેવા સમિતિ પાસેથી મફત કાનૂની સેવાઓ કેવી રીતે મેળવવી તેનું માર્ગદર્શન. ઈમેલ, વોટ્સએપ અથવા અન્ય કોઈપણ ઉપલબ્ધ મોડ દ્રારા ન્યાયિક આદેશો/ચુકાદાઓની સોફટ કોપી પ્રદાન કરવી. ઈ-કોર્ટ પ્રોજેકટ હેઠળ ડિજીટલી ઉપલબ્ધ સુવિધાઓના સંદર્ભમાં અન્ય પ્રશ્નો અને સહાય.વિડીયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં સુનાવણીની વ્યવસ્થા અને ગોઠવણી કરવી.
વગેરેની ઇ સેવાઓ જેમાં કોઈપણ પ્રકારની પ્રિન્ટીંગ સુવિધાઓ વગર ઈ સેવા પ્રાપ્ત કરી શકાશે.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image