કયુટોન સિરામીક ગ્રુપ પર ઈન્ક્મટેકસની તવાઈ, કરોડોની કરચોરી પકડાવાની આશંકા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qysxfnssef1imhyf/" left="-10"]

કયુટોન સિરામીક ગ્રુપ પર ઈન્ક્મટેકસની તવાઈ, કરોડોની કરચોરી પકડાવાની આશંકા


અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં છેલ્લા મહિનાઓમાં ઇન્કમ ટેકસે દરોડા ઓપરેશન કર્યા બાદ હવે રાજકોટનો વારો લેવામાં આવ્યો હોય તેમ આજે સવારથી ટોચના સિરામીક ગ્રુપ પર તવાઇ ઉતારવામાં આવી છે. મોરબી, વાંકાનેર, રાજકોટ તથા અમદાવાદમાં કયુટોન સિરામીક ઉપરાંત ડેસ્ટીની વગેરે પર મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

25 જેટલા સ્થળોએ 100થી વધુ અધિકારીઓ ત્રાટકયા છે અને કરોડોની કરચોરી પકડાવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. આવકવેરા વિભાગના ટોચના સુત્રોએ જણાવ્યું હતું કે આજે મહોર્રમની રજાના દિવસે જ રાજકોટ, મોરબી અને અમદાવાદમાં દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવતા ઉદ્યોગ જગત પણ સ્તબ્ધ થઇ ગયું હતું. સિરામીક ઉદ્યોગ જગતમાં મોટું નામ ધરાવતા અને વાંકાનેર તાલુકાની હદમાં વઘાસીયા ટોલનાકા પાસે આવેલા કયુટોન સિરામીક તેમજ ઢુવા પાસે વરમોરા કારખાનાની પાછળના ભાગે આવેલા કંપનીના જ અન્ય એક એકમમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]