હવે રૂપિયા માંગતા નહીં કહી યુવતીને મામા અને માસીએ મારમાર્યો
150 ફૂટ રીંગરોડ પર આવેલ ખોડીયારપરામાં રેહતી શીતલ ખીમજીભાઈ દાફડા (ઉ.વ.22) અને તેની માતાને તેના મામા ભરત પરમાર અને માસી જયા રાઠોડ સહિતના શખ્સોએ રેસકોર્સમાં બોલાવી રૂપિયાની લેતી દેતી મામલે ઝઘડો કરી યુવતીને ધક્કો મારી પછાડી દઈ ઢીકાપાટુનો મારમારતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર. નગર પોલીસને જાણ કરી હતી.
વધુમાં ઇજાગ્રસ્ત યુવતીની માતાએ જણાવ્યું હતું કે, મેં મારા ભાઈ ભરતને રૂપિયા ઉછીના આપેલા હતાં જે મે પરત માંગતા અમને તેને રેસકોર્સ બોલાવ્યા હતાં અને ત્યાં રૂપિયા નથી આપવા કહી મારા ભાઇ અને બહેન જયાએ હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.